બીલીમોરાના ઍસટી કર્મચારી મંડળનો ઝળહળતો વિજય
- byDamanganga Times
- 29 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૨૮ ઃ વલસાડ વિભાગ ઍસટી ક્રેડિટ સોસાયટીની ચૂંટણી ગત તા.૨૫ મે ૨૦૨૬ના રોજ ઉત્સાહભેર યોજાઈ હતી. આ ચૂંટણીમાં બીલીમોરા ડેપોમાંથી ચાર ઉમેદવારોઍ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં સંગીતાબેન પટેલ, કલ્પેશભાઈ પટેલ, પી.પી. પટેલ તથા શંકરભાઈ રાઠવાઍ ચૂંટણી જંગમાં ભાગ લીધો હતો.બીલીમોરા ડેપોમાં કુલ ૨૩૩ સભાસદોમાંથી ૨૨૯ સભ્યોઍ ઉત્સાહપૂર્વક મતદાન કરી લોકશાહી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. મતગણતરી પૂર્ણ થયા બાદ સંગીતાબેન પટેલ તથા કલ્પેશભાઈ પટેલનો જંગી બહુમતીથી વિજય જાહેર થતાં ઍસટી કર્મચારી મંડળમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. વિજયની જાહેરાત બાદ કાર્યકરો અને સમર્થકોઍ ડીજેના તાલે ભવ્ય ઉજવણી કરી હતી. વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમજ મીઠાઈ ખવડાવી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર બીલીમોરા ડેપો વિસ્તારમાં વિજયોત્સવનો માહોલ સર્જાયો હતો.
વિજયી ઉમેદવારોને જીતાડવામાં ઍસટી કર્મચારી મંડળના જીઍસ ધનસુખ પટેલ, ઠાકોર પટેલ, પરેશ પટેલ, જયંતી પટેલ, જીગ્નેશ પટેલ, ધર્મીન પટેલ, જીજ્ઞેશ પટેલ, પાયલબેન પટેલ, નીલમબેન તેમજ મંડળના સલાહકાર સમિતિના સભ્ય રાકેશ નાયકનો મહત્વપૂર્ણ સહયોગ રહ્ના હોવાનું જાણવા મળ્યું હતું. ચૂંટણીના પરિણામ બાદ કાર્યકરોમાં નવા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને ઍસટી કર્મચારીઓના હિત માટે વધુ મજબૂતીથી કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
