વાપીના ઈસમને ક્રિપ્ટો.માં રોકાણથી તગડા લાભની લાલચ આપનાર મુંબઈથી ઝડપાયો
- byDamanganga Times
- 29 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૮ ઃ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરીને ઊંચું વળતર મેળવવાની લાલચ આપી લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરતી આંતરરાજ્ય ગેંગના ઍક સક્રિય સાગરીતને વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે મુંબઈથી દબોચી લીધો છે. વાપીમાં રહેતા આયુષ કીરણકુમાર જૈન નામના વ્યક્તિઍ ટેલિગ્રામ પર ઍક અજાણી લિંક અને આઈડી દ્વારા ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી ઊંચો નફો મેળવવાની લાલચ આપવામાં આવી હતી. ઠગોની વાતોમાં આવીને આયુષ જૈન ઍ આપેલ લિંક(ત્ર્દ્દદ્દષ્ટસ્ન્ૅં//ફુદ્દણુહૃ.ફૂહૃણૂર્ત્ર્ીઁફિં/સ્ર્ન્દ્દીત્ત્જ્ઞ્િઁં) પર રજીસ્ટ્રેશન કર્યું હતું. શરૂઆતમાં આયુષના વોલેટમાં થોડો નફો બતાવી ઠગોઍ તેમનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ, વધુ નફાની લાલચમાં ફરિયાદી અને તેમના માતા-પિતાના બેંક ખાતાઓમાંથી કુલ રૂ. ૧૪,૨૮,૦૦૦ નું રોકાણ કરાવી લેવાયું હતું. જ્યારે આયુષ ઍ પોતાના રોકાણ કરેલા નાણાં પરત મેળવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઠગોઍ વધુ ટેક્સ ભરવાના બહાના હેઠળ ડિપોઝિટની માંગણી કરી હતી. અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં આયુષ જૈન ઍ વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વલસાડ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ સેલની ટીમે ટેકનિકલ ઍનાલિસિસ અને બેંક ખાતાઓની વિગતોના આધારે તપાસ હાથ ધરી હતી.
આ તપાસમાં મુંબઈના ઍક આરોપીની સંડોવણી સામે આવતા પોલીસે આરોપી ઉમેશ છગનભાઈ પટેલ રહે.૧૦૦૪, સુંદરબાગ, માનવ કલ્યાણ કેન્દ્રની સામે, ઍસ.વી. રોડ, દહીસર ઈસ્ટ, મુંબઈ ની ધરપકડ કરી છે. પોલીસે પકડેલા આરોપી ઉમેશ પટેલ નો મોબાઇલ ફોન પણ કબજે લીધો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે પકડાયેલ આરોપી ઉમેશ પટેલ માત્ર વલસાડ જ નહીં, પણ આખા ભારતમાં સક્રિય હતો.
તેની કંપની સાથે સંકળાયેલા તેમજ તેના પર્સનલ સેવિંગ બેંક ઍકાઉન્ટના આધારે સમન્વય પોર્ટલ પર સમગ્ર ભારતમાં કુલ ૩૮ જેટલી ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત તેની સામે નવસારી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પણ અગાઉ ગુન્હો નોંધાઈ ચૂક્યો છે.
આવા સાયબર ફ્રોડથી બચવા માટે વલસાડ પોલીસે નાગરિકોને ખાસ સાવધ રહેવા અપીલ કરી છે કે ઘરે બેઠા લાખો કમાવો, પૈસા ડબલ કે ૧૦૦ ટકા ગેરંટી પ્રોફિટ જેવી લોભામણી વાતો પર ક્યારેય વિશ્વાસ ન કરો.
વોટ્સઍપ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર મળતી અજાણી રોકાણની લિંક્સ કે ઍપ્સમાં પૈસા ન રોકો, સોશિયલ મીડિયા પર મળતા કથિત ઇન્વેસ્ટમેન્ટ ગુરુ કે ઍડવાઈઝરની સાચી ઓળખ હંમેશા ચકાસો, કોઈ પણ સંજોગોમાં તમારો બ્વ્ભ્, શ્ભ્ત્ ભ્ત્ફ, બેંક ડિટેલ્સ કે વોલેટ કી કોઈની પણ સાથે શેર કરશો નહીં. લ્ચ્ગ્ત્ અથવા ય્ગ્ત્ દ્વારા માન્યતા ન ધરાવતા પ્લેટફોર્મ પર વ્યવહાર નહીં કરવા અનુરોધ કર્યો છે.
