કપરાડામાં નવી બસને લીલીઝંડી બતાવી શુભારંભ કરાયો
- byDamanganga Times
- 29 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા.તા.૨૮ ઃ રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા દીઠ બસ ફાળવવાના નિર્ણય બાદ વલસાડ ઍસ.ટી. ડિવિઝન દ્વારા વલસાડ કપરાડા માટે નવી નક્કોર મીની બસ ફાળવ્યા બાદ ગુરુવારે કપરાડા બસ સ્ટેન્ડ ખાતે કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, સંગઠન પ્રમુખ અરવિંદ ભાઈ કોટી,તા. પ.નવ નિયુક્ત. પ્રમુખ ભરતભાઈ ગાવઢા, કપરાડા જી.પ. સભ્ય દક્ષાબેન ગાયકવાડ સહિતનાઓ બસને લીલી ઝંડી બતાવી બસને રવાના કરી હતી. ધારાસભ્યઍ જણાવ્યું કે આવનારા સમયમાં સરકારની બોર્ડર વિલેજ યોજના હેઠળ વિદ્યાર્થીઓ માટે વિશેષ બસ રુટ શરૂ કરાશે. જે વિદ્યાર્થીઓના આવવા અને પરત જવાના સમયે દોડશે જેને લઈ અંતરિયાળ વિસ્તારોના વિધાર્થીઓ જે આવા ગમનની સુવિધા અભાવે આભ્યાસ અધ વચ્ચે છોડી દેતા હતાં તેઓ હવે અભ્યાસ કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો પણ આ તબક્કે આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વલસાડ ડેપોના ઇન્ચાર્જ ડેપો મેનેજર કે.સી. પટેલ સહિત કપરાડા જિલ્લા, તાલુકા પંચાયત સભ્યો ઉપસ્થિત રહ્ના હતાં.
