Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ખુટલીના હિરેન વી. શીંગડાઍ સરદાર પટેલ યુર્નિ.માં ગોલ્ડ મેડલ મેળવ્યો

ખુટલીના હિરેન વી. શીંગડાઍ સરદાર પટેલ યુર્નિ.માં ગોલ્ડ મેડલ મેળવ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૨૮ ઃ કહેવાય છે કે જો મનમાં અડગ આત્મવિશ્વાસ અને સાચી દિશામાં પરિશ્રમ કરવાની તૈયારી હોય, તો ગમે તેવી આર્થિક પરિસ્થિતિ પણ સફળતાના આડે આવી શકતી નથી. વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના ખુટલી ગામના ઍક સામાન્ય આદિવાસી પરિવારના યુવાને આ વાતને અક્ષરશઃ સાબિત કરી બતાવી છે. ખુટલી ગામના શ્રમિક વસનભાઈ શીંગડાના પુત્ર હિરેનભાઈ વસનભાઈ શીંગડાઍ આણંદની પ્રતિષ્ઠિત સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભ વિદ્યાનગર) ખાતે સમગ્ર આણંદ જિલ્લામાં સમાજશાસ્ત્ર (લ્ંણૂજ્ઞ્ંશ્રંક્કિં) વિભાગમાં પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ મેળવવાની અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. હિરેનભાઈની શૈક્ષણિક સફર અન્ય યુવાનો માટે ભારે પ્રેરણાદાયી રહી છે. તેઓ અગાઉ ગ્.ખ્. અને ગ્.ચ્ફુ.ના અભ્યાસમાં પણ હંમેશા યુનિવર્સિટી કક્ષાઍ ‘ટોપ-ટેન’માં સ્થાન મેળવતા આવ્યા છે. આ ઉપરાંત, વર્ષ ૨૦૨૫ માં તેમણે ઉચ્ચ શૈક્ષણિક સ્તરે પ્રોફેસર બનવા માટેની અઘરી ગણાતી ઞ્લ્ચ્વ્ (ઞ્્યસ્ર્ત્ર્ીર્શ્વીદ્દ ર્લ્દ્દીદ્દફૂ ચ્શ્રજ્ઞ્જ્ઞ્ણિંજ્ઞ્શ્રજ્ઞ્દ્દક્ક વ્ફૂસ્ન્દ્દ) પરીક્ષા પણ પ્રથમ પ્રયાસે પાસ કરીને પોતાની અસાધારણ પ્રતિભાનો પરિચય આપ્યો હતો.
હિરેનભાઈના પિતા વસનભાઈ શીંગડાની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે અને તેઓ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આમ છતાં, પુત્રની ભણવાની તીવ્ર ઈચ્છા અને ઊંડા અભ્યાસની રુચિને જોઈને પિતાઍ પેટે પાટા બાંધીને, રાત-દિવસ અથાક પરિશ્રમ કરી પુત્રના શિક્ષણમાં ક્યારેય આંચ આવવા દીધી નથી. હિરેનભાઈઍ પોતાની આ સફળતાનો શ્રેય માતા પારુબેન, પિતા વસનભાઈના આશીર્વાદ, કોલેજના પ્રોફેસરોના ઉત્તમ માર્ગદર્શન અને મિત્રો તરફથી મળેલા અવિરત સહકારને આપ્યો છે.
 પોતાની આ ઐતિહાસિક સફળતા અંગે વાત કરતા હિરેનભાઈઍ જણાવ્યું હતું કે, જો પોતાના પર પૂર્ણ આત્મવિશ્વાસ હોય અને સતત સાચી દિશામાં સંઘર્ષ કરવામાં આવે, તો ગમે તેવા કપરા સંજોગોમાં પણ સફળતા ચોક્કસ પ્રા થાય છે. ઍક અત્યંત સામાન્ય શ્રમિક પરિવારમાંથી આવીને હિરેનભાઈઍ મેળવેલી આ સિદ્ધિથી આજે માત્ર ખુટલી ગામ જ નહીં, પરંતુ સમગ્ર નાનાપોંઢા તાલુકા અને આદિવાસી સમાજનું ગૌરવ વધ્યું છે. આજની યુવા પેઢી માટે તેઓ ઍક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્ના છે. હિરેનભાઈની આ ભવ્ય સફળતા બદલ ખુટલી ગામના ગ્રામજનો, યુવાનો, સગા-સંબંધીઓ અને નાનાપોંઢા તાલુકાના મિત્ર વર્તુળ તરફથી તેમના પર સોશિયલ મીડિયા અને રૂબરૂમાં અભિનંદનની વર્ષા થઈ રહી છે અને પરિવારમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્ના છે