ઉમરગામ જીઆઇડીસીમાં શ્રીનિવાસ કેમિકલ કંપનીમાં આગ
- byDamanganga Times
- 29 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૮ ઃ ઉમરગામ જીઆઇડીસી વિસ્તારની શ્રીનિવાસ કેમિકલ કંપનીમાં ૨૬ મેના રોજ ૧૧ કલાકની આસપાસ આગ લાગી હતી. ઘટના અંગે કંપનીના કામદારોને જાણતા હતા. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. કંપનીના રો મટીરીયલ અને મશીનરીને નુકસાન થયું હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળી રહ્નાં છે.
