Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડ જિલ્લામાં તાલુકા કક્ષાઍ ઇન્સ્પેકટર લેન્ડ રેકર્ડના નિમણૂંની તજવીજ

વલસાડ જિલ્લામાં તાલુકા કક્ષાઍ ઇન્સ્પેકટર લેન્ડ રેકર્ડના નિમણૂંની તજવીજ


વાપી, તા.૨૮ ઃ વલસાડ જિલ્લામાં જમીન સંબંધિત કામકાજમાં સરળતા લાવવા અને ડિસ્ટ્રીક્ટ લેન્ડ રેકર્ડ (ઝ઼ન્ય્) કચેરી ઉપર વધતા ભારણને ઘટાડવા માટે મહેસૂલ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના તમામ તાલુકા કક્ષાઍ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ (ત્ન્ય્) ની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આ નિર્ણય હેઠળ વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી તથા ઉમરગામ તાલુકામાં જમીનના દસ્તાવેજો, નકશા, માપણી અને અન્ય રેકર્ડ સંબંધિત કામો હવે તાલુકા સ્તરે જ પૂર્ણ થઈ શકશે. જેના કારણે લોકોને નાનાં-મોટાં કામ માટે છેક વલસાડ સ્થિત ઝ઼ન્ય્ કચેરી સુધી જવું નહીં પડે અને સમય તેમજ ખર્ચ બંનેમાં રાહત મળશે.
ખાસ કરીને વાપી વિસ્તાર માટે બલીઠા ખાતે ત્ન્ય્ કચેરી ફાળવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. નવી કચેરી કાર્યરત થતાં વાપી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને જમીન સંબંધિત સેવાઓ ઝડપથી મળી શકશે.
સ્થાનિક લોકોમાં આ નિર્ણયને લઈને ખુશીની લાગણી જોવા મળી રહી છે. લાંબા સમયથી તાલુકા કક્ષાઍ જમીન રેકર્ડની સુવિધા ઉપલબ્ધ કરવાની માંગ ઉઠતી હતી. હવે સરકારના આ પગલાથી સામાન્ય નાગરિકોને વધુ સુવિધા મળશે તેમજ ઝ઼ન્ય્ કચેરીમાં કામનો બોજ પણ નોંધપાત્ર રીતે ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.