Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

કલસરથી દારૂ ભરેલ કાર ઝડપાઈ

કલસરથી દારૂ ભરેલ કાર ઝડપાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૨૮ ઃ પારડી તાલુકાના કલસર ગામમાં આવેલ રોડ પરથી કારમાં ચોરખાના બનવી દારૂ લઇ જતો બુટલેગર ઝડપાયો હતો દારૂ ભરેલ કાર આપનાર દમણ નો વિક્રમ વોન્ટેડ જાહેર કર્યો હતો અને કુલ રૂ. ૨.૫૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો કલસર સડક ફળીયા પાસેથી ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતી વર્ના કાર પોલીસે ઝડપી પાડી હતી. વલસાડ ઍલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન કલસર સડક ફળીયા ખાતે કાર નં. ઞ્થ્-૧૫-ઘ્ગ્-૪૯૧૧માં આવતા પોલીસે રોકી હતી. જેમાં તપાસ કરતા કારના ચોરખાના માંથી દારૂની બોટલ નંગ.૩૩૬ જેની કી.રૂ. ૫૫ હજારનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સંજય નટુભાઈ પટેલ રહે. ધરમપુર ને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછ કરતા દમણ થી દારૂ ખરીદી ઘરે છૂટક વેચાણ અર્થે લઇ જતો હોવાનું કબુલ્યું હતું. જયારે દારૂ ભરેલ કાર આપનાર દમણ નો વિક્રમ ને પોલીસે વોન્ટેડ બતાવ્યો હતો. અને દારૂ નો જથ્થો, કાર, મોબાઈલ સહીત કુલ રૂ. ૨.૫૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન ઍક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.