Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ખુડવેલમાં કાર અકસ્માતમાં મોપેડ ચાલકનું મોત

ખુડવેલમાં કાર અકસ્માતમાં મોપેડ ચાલકનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૨૮ ઃ ચીખલી તાલુકાના ખુડવેલ ગામે રાત્રિના સમયે ઍક ઇકો કાર અને ઍક્સેસ મોપેડ વચ્ચે અકસ્માત થતા ઍક્સેસ મોપેડ ઉપર સવાર ચાલક ને શરીરે ગંભીર ઇજા થવાના કારણે સ્થળ ઉપર મોત નીપજ્યું હોવાની ફરિયાદ ચીખલી પોલીસ મથકે નોંધાવા પામી છે. બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના ફડવેલથી ખુડવેલ જતા રોડ ઉપર ખુડવેલ મંછા ફળીયા ખાતે બુધવારના રોજ રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં ઍક ઇકો ગાડી નંબર જીજે ૨૧ ઍક્યુ ૩૧૭૫ ના ચાલકે પોતાની ગાડી પુર ઝડપે અને ગફલત ભરી રીતે બે ફિકરાયથી હંકારી લાવી સામેથી આવતી ઍક્સેસ મોપેડ ગાડી નંબર જીજે ૨૧ બી ૭૨૩૨ ઉપર સવાર ધર્મેન્દ્રકુમાર છોટુભાઈ પટેલ ઉ.વ. ૪૭ રહે પાટીગામ પટેલ ફળિયા તા. ખેરગામ ની સાથે અથડાવી દેતા ધર્મેન્દ્ર પટેલને માથામાં તથા મોઢા ના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા જેનું સ્થળ ઉપર કરુણ મોત નીપજ્યું હતું બનાવ અંગેની ફરિયાદ મૃતકના પિતા છોટુભાઈ ખુશાલભાઈ પટેલના ઍ કરતા આગળની વધુ તપાસ ચીખલી પોલીસ મથકના મહિલા પીઍસઆઇ ઍફ ઍચ પટેલ કરી રહ્ના છે.