વલસાડ કલ્યાણબાગ સર્કલ પાસે ઍસટી બસે સાઇકલ સવારને અડફેટે લીધો
- byDamanganga Times
- 29 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૮ ઃ વલસાડના કલ્યાણબાગ સર્કલ પાસે ડેપો પાસે ઍક ઍસ.ટી. બસે સાઇકલ સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જોકે સાઇકલ સવારનો ચમત્કારિક બચાવ થયો છે. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો કેમેરામાં કેદ બાદ જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્ના છે.
વલસાડ શહેરના કલ્યાણ થી દશેરા ટેકરી છીપવાડ સુધી સિમેન્ટ કોન્ક્રીટ ઍક તરફનો રસ્તોનું કામ ચાલતું હોય અને બીજો તરફ નો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. વલસાડ શહેર ના કલ્યાણબાગ સર્કલ વિસ્તારમાં વાહનોની ભારે અવરજવર રહે છે. આજે પણ રસ્તા પર ભારે ટ્રાફિક હતો, તે દરમિયાન ઍસ.ટી. બસના ચાલકે સાઇકલ સવારને અડફેટે લીધો હતો. બસ નીચે આવી જવા છતાં સાઇકલ સવારને કોઈ ગંભીર ઈજા ન પહોંચતા ત્યાં હાજર લોકોઍ રાહતનો શ્વાસ લીધો હતો.
કલ્યાણબાગ રોડ પર સતત ટ્રાફિકની સમસ્યા રહે છે. પીક અવર્સમાં વાહનોની લાંબી લાઈનો લાગે છે, જેના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે.
ટ્રાફિકના યોગ્ય નિયમનના અભાવે વાહનચાલકોઍ રોજબરોજ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે. આ અકસ્માતનો વીડિયો વાયરલ થયો હતો.
