Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપીથી ઍપલ કંપનીની ડુપ્લીકેટ ઍસેસરીઝનો મુદ્દામાલ ઝડપાયો

વાપીથી ઍપલ કંપનીની ડુપ્લીકેટ ઍસેસરીઝનો મુદ્દામાલ ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૮ ઃ વાપીમાં મોબાઈલ માર્કેટ તરીકે જાણીતી ચાર રસ્તા સ્થિત હિના આર્કેટની ૨ દુકાન અને ગીતાનગર વિસ્તારની ૨ દુકાનમાં ઍપલ મોબાઈલ કંપનીના અધિકારીઓઍ સ્થાનિક પોલીસને સાથે રાખી રેડ પાડતા ઍપલ કંપનીનના લોગો વાળી ડુપ્લીકેટ ઍસેસરીઝનો કુલ ૩.૬ લાખ રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો.     બનાવની પ્રા વિગતો મુજબ ઍપલ મોબાઈલ કંપનીના અધિકારીઓ ને બાતમી મળી હતી કે, વાપીની કેટલીક મોબાઇલની દુકાનમાં ઍપલ કંપનીના લોગો વાળી કેટલીક ડુપ્લીકેટ ઍસેસરીઝ સાચી કહી ને વેચવામાં આવી રહી છે. આ બાતમી આધારે ઍપ્પલ કંપનીના ગાંધીનગર અને મુંબઈ ખાતેના અધિકારીઓઍ  ગઈ કાલે વાપી ચાર રસ્તા સ્થિત હિના આર્કેટ શોપિંગ સેન્ટરની દુકાન નંબર ૧૯ ન્યૂ મુંબઈ દુકાન તથા યુબોન જસ્ટ ટેલિકોમ નામની દુકાનમાં રેડ પાડી ડુપ્લીકેટ ઍસેસરીઝનો જથ્થો જ કર્યો હતો. તો આજ શોપિંગ સેન્ટર માં ઍમ કે મોબાઈલ શોપમાં પણ રેડ પાડી ડુપ્લિકેટ મોબાઈલ ઍસેસરીઝ જેમાં ઍપલ લોગો વાળી ઘડિયાળ સહિતનો સમાવેશ થાય છે જે મળી આવ્યો હતો. આ ઉપરાંત વાપી ગીતાનગરની સદગુરુ મોબાઈલ શોપ તથા યુબોન જસ્ટ ટેલિકોમ દુકાન માંથી પણ ઍપલ કંપનીની મોબાઇલની ડુપ્લીકેટ ઍસેસરીઝનો જથ્થો મળી આવ્યો હતો. કુલ ૩.૬ લાખથી વધુનો આ મુદ્દામાલ કબજે લઈ આ દુકાનના માલિક દેવીલાલ વચનરામ મોદી, રહે સુથારવાડ, તપોવન સોસાયટી, બાગસિંગ રામસિંગ રાજપુત રહે બલીઠા આસ્થા ઍપાર્ટમેન્ટ, જગદીશ માંગીલાલ ચૌધરી રહે ગીતાનગર, વાપી તથા જયમ ભરતભાઈ ભાનુશાળી સામે ઍપ્પલ કંપનીના અધિકારી સુનિલમહેન્દ્ર વોરાઍ ફરિયાદ નોંધાવતા વાપી ટાઉન પોલીસે ગુનો નોંધી  આગળની કાર્યવાહી હાથ ધરી છે.