ધોડીપાડામાં કોળી પટેલ સમાજનું ભવ્ય યુવા સંમેલન યોજાયું
- byDamanganga Times
- 29 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૮ ઃ ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે આવેલા કોળી પટેલ સમાજ સાંસ્કૃતિક ભવનમાં કોળી પટેલ સમાજ સેવા મંડળના પ્રમુખ મણિલાલ પટેલની રાહબરી હેઠળ ઍક ભવ્ય ‘યુવા મહાસંમેલન’ અને ‘વિદ્યાર્થી સન્માન સમારોહ’ યોજાયો હતો. ઉંમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડના તેજસ્વી વિદ્યાર્થીઓ સહિત ઉચ્ચ શિક્ષણ મેળવનારા યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે વર્ષ ૨૦૨૩થી ૨૦૨૬ દરમિયાન વિશેષ સિદ્ધિ હાંસલ કરનારા ૧૫૦થી વધુ ગ્રેજ્યુઍટ અને પોસ્ટ ગ્રેજ્યુઍટ વિદ્યાર્થીઓ તેમજ તબીબી અભ્યાસ પૂર્ણ કરનારા ૪ નવયુવાન ડોક્ટર્સનું મહાનુભાવોના હસ્તે સન્માન કરી તેમનો જુસ્સો વધારવામાં આવ્યો હતો. આ સાથે જ ઉમરગામ તાલુકા પંચાયતના દંડક અને સમાજના અગ્રણી મહિલા અંકિતાબેન અંકુરભાઈ પટેલનું પણ સમાજ દ્વારા વિશેષ બહુમાન કરાયું હતું.
વિદ્યાર્થીઓને ભવિષ્યમાં યોગ્ય કેરિયર ગાઈડન્સ અને નોકરીની તકો મળી રહે તે માટે સમાજના અગ્રણી હસમુખભાઈ પટેલે બે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. જેમાં સમાજના પીઍચડી થયેલા અધ્યાપકો અને વિવિધ કંપનીઓમાં ઍચ.આર. તરીકે ફરજ બજાવતા યુવાનોના ખાસ ળ્બ્શ્વ્ણ્ મહા-સંમેદવન વોટ્સઍપ ગ્રુપ બનાવવાનું નક્કી કરાયું છે, જેથી સમાજના યુવાનોને ઘર બેઠા માર્ગદર્શન અને નોકરીની માહિતી મળી રહે. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોઍ સમાજ ઍક મંચ પર આવી સંગઠિત બને અને શિક્ષણના જોરે ઉચ્ચ હોદાઓ પ્રા કરે તે બાબત પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા વિરેન્દ્રભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, સંદીપભાઈ પટેલ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સમારોહના અંતે પ્રીતિભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પ્રસંગે સમાજના પ્રમુખ કાંતિભાઈ કોળી, ગજુભાઈ કોળી, સંધ્યાબેન પટેલ, આરતીબેન કોળી, પ્રશાંતભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, અમિતભાઈ પટેલ, ફણસાના સરપંચ નિમેષભાઈ પટેલ, મરોલીના સરપંચ ગ્રીષ્માબે ન પટેલ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્ના હતાં.
