Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ફણસાના પાર્થ માંગેલાની ગુજરાત ક્રિકેટ ઍસો.માં ફાસ્ટ બોલર તરીકે પસંદગી

ફણસાના પાર્થ માંગેલાની ગુજરાત ક્રિકેટ ઍસો.માં ફાસ્ટ બોલર તરીકે પસંદગી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૮ ઃ  ઉમરગામ તાલુકાના ફણસા માછીવાડ ગામે રહેતા અને હવે રાજ્ય કક્ષાઍ પોતાની ઓળખ ઉભી કરી છે ઍવા ફણસા માંગેલવાડના યુવા ક્રિકેટર પાર્થ પ્રહલાદ માંગેલાની ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન (જીસીઍ) દ્વારા ફાસ્ટ બોલર તરીકે પસંદગી થતા સમગ્ર વિસ્તારમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.
ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનની સિલેક્શન કમિટીઍ પાર્થની પસંદગી રાજ્ય કક્ષાઍ યોજાનારી ટેસ્ટ ફોર્મેટની મેચો માટે કરી છે. બાળપણથી ક્રિકેટ પ્રત્યેનો લગાવ અને સતત મહેનતના પરિણામે પાર્થ આજે રાજ્ય સ્તર સુધી પહોંચવામાં સફળ રહ્ના છે. ફણસા જેવા નાનકડા ગામમાંથી રાજ્ય કક્ષાઍ પસંદગી પામનાર પાર્થ ગામનો પ્રથમ ક્રિકેટર બન્યો હોવાનું ગામલોકોમાં ગૌરવ સાથે ચર્ચાઈ રહ્નાં છે. પાર્થની આ સિદ્ધિથી માત્ર તેમના પરિવારજનો જ નહીં પરંતુ સમગ્ર ફણસા ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્ના છે. ગામના યુવાનો માટે પણ પાર્થ પ્રેરણારૂપ બન્યો છે.
પાર્થને અભિનંદન પાઠવવા માટે સેંકડો લોકો તેમના નિવાસસ્થાને પહોંચી શુભેચ્છાઓ પાઠવી રહ્ના છે. સ્થાનિક આગેવાનો અને રમતપ્રેમીઓઍ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં રહેલી પ્રતિભાઓને યોગ્ય માર્ગદર્શન અને તક મળે તો તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ ગામનું નામ રોશન કરી શકે છે.
પાર્થ માંગેલાની આ સિદ્ધિથી ફણસા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે.