તુંબમાં વિજેતા કાર્યકર્તાઅો અને મેમ્બરોનું વિશેષ સન્માન કરાયું
- byDamanganga Times
- 29 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૮ ઃ વલસાડ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ નાનુભાઈ પટેલની વરણી થતાં ઉમરગામ પંથક સહિત સમગ્ર વિસ્તારમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શૈલેષભાઈ પટેલ લાંબા સમયથી સમાજ સેવા અને રાજકીય ક્ષેત્રે સક્રિય રહી લોકોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવતા આવ્યા છે, જેના પરિણામે તેમની ઉપપ્રમુખ પદે થયેલી વરણીને લોકો દ્વારા આવકારવામાં આવી હતી. તેમના સમર્થકો, કાર્યકર્તાઓ તેમજ શુભેચ્છકો દ્વારા વિવિધ સ્થળોઍ આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શ્રી કષ્ટભંજન ચેરિટેબલ ટ્રસ્ટ, તુંબના તમામ કાર્યકર્તાઓ અને મેમ્બરો દ્વારા વિશેષ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શૈલેષભાઈ પટેલનું ફૂલ ગુચ્છ અર્પણ કરી તેમજ સાલ ઓઢાડી ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને ટ્રસ્ટના સભ્યોઍ શૈલેષભાઈની અત્યાર સુધીની સેવાકીય અને રાજકીય કામગીરીની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉપસ્થિત સભ્યોઍ જણાવ્યું હતું કે શૈલેષભાઈ પટેલ હંમેશા સામાન્ય લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપી કામગીરી કરતા આવ્યા છે અને તેમના સરળ સ્વભાવ તથા લોકો સાથેના સ્નેહભર્યા સંબંધોના કારણે તેઓ લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમના ઉપપ્રમુખ પદે આગમનથી જિલ્લા પંચાયત વિસ્તારમાં વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
સન્માન સ્વીકાર્યા બાદ શૈલેષભાઈ પટેલે ટ્રસ્ટના તમામ સભ્યો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે લોકોનો વિશ્વાસ અને પ્રેમ જ તેમની સૌથી મોટી શક્તિ છે. ઉપપ્રમુખ તરીકે મળેલી જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવતા જિલ્લા તેમજ તાલુકાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે. લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે પ્રાથમિકતા આપવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમ અંતે ઉપસ્થિત તમામ લોકોઍ શૈલેષભાઈ પટેલને શુભકામનાઓ પાઠવી હતી અને તેઓ રાજકારણ ક્ષેત્રે સતત પ્રગતિ કરતા રહે, વધુમાં વધુ સફળતા પ્રા કરે તેમજ સમાજ સેવા ક્ષેત્રે વધુ ઊંચાઈ હાંસલ કરે તેવા આશીર્વાદ આપ્યા હતાં. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આનંદમય વાતાવરણ વચ્ચે ઉપસ્થિત લોકોઍ શૈલેષભાઈ પટેલ સાથે સ્મૃતિચિત્રો પણ ખેંચાવ્યા હતા. શૈલેષભાઈ પટેલની વરણીને લઈ ઉમરગામ પંથકમાં રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને તેમના નેતૃત્વ હેઠળ વિકાસના નવા આયામ સર્જાશે તેવી લોકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
