વાપીના નવા મ્યુનિ. કમિશ્નરે મનપાની સેવાઅો અંગે સૂચનો કર્યા
- byDamanganga Times
- 28 May, 2026
વાપી, તા.૨૭ ઃ વાપી મહાનગરપાલિકા ના નવા વરાયેલા મ્યુનિસિપલ કમિશનર દ્વારા જનસેવા કેન્દ્ર અને વિવિધ કચેરીઓની મુલાકાત લઇ અરજદારોને કોઈ મુશ્કેલી ન પડે તે અંગેની કર્મચારીઓને સૂચનો કરાયા. વાપી મહાનગરપાલિકાના નવા વરાયેલા પ્રિન્સિપલ કમિશનર ઍફ ઍન ચૌધરી દ્વારા આજે તેમના પર્સનલ સેક્રેટરી અને સ્ટાફને સાથે રાખી મનપાની વિવિધ શાખાની કચેરી કે જે મોરારજી શોપિંગ સેન્ટર ખાતે ચાલી રહી છે જ્યાં પહોંચી તેમણે જન્મ મરણ નોંધણી શાખા ઘરવેરા ટેક્સ વિભાગ પાણી વિતરણ અને ડ્રેનેજ વિભાગ તથા આરોગ્ય વિભાગની કચેરીના કર્મચારીઓની મુલાકાત લઇ તેઓને નગરના નાગરિકોને પડતી મુશ્કેલીઓ અંગે ઝડપી કામગીરી કરવા અંગે સૂચનો કરવામાં આવ્યા હતા સાથે તેઓઍ ફાયર બ્રિગેડ વિભાગ ના કર્મચારીઓ તેમજ મહાનગરપાલિકાના વાહનો ચલાવતા ડ્રાઇવરોની મુલાકાત લઈ તેઓને પણ વિવિધ સૂચનો આપવામાં આવ્યા હતા. જેને લઇ વાપી મહાનગરપાલિકાની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં બેદરકારી રાખનારા અને જે કર્મચારીની સામે ફરિયાદો આવશે તેની સામે કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે. આ કચેરીની મુલાકાત દરમિયાન તેમની સાથે વાપી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરના સેક્રેટરી ધર્મીન ખભાતી જન સંપર્ક અધિકારી રામચંદ્રભાઇ દેસાઈ બાંધકામ વિભાગના ઈજનેર જતીનભાઈ પટેલ સીટી ઍન્જિનિયર રેગન પટેલ તેમજ સ્ટાફ પણ હાજર રહ્ના હતો.
