નવસારીની બેઠકમાં ગ્રાહક સુરક્ષાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરાઈ
- byDamanganga Times
- 28 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નવસારી, તા. ૨૭ ઃ નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની સમીક્ષાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, જાહેર વિતરણ વ્યવસ્થા અને ચાર્જમાં ચાલતી વાજબી ભાવની દુકાનોની સમીક્ષા, ગ્રાહક સુરક્ષાને લગતા વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન કલેક્ટરઍ ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા અને રેશનિંગની દુકાનો પરથી ગરીબ પરિવારોને નિયમિત તેમજ ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે તે સુનિડ્ઢિત કરવા અધિકારીઓને કડક સૂચના આપી હતી. આ ઉપરાંત, બજારમાં ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં રહે અને કાળાબજારી કે સંગ્રહખોરી ન થાય તે માટે પુરવઠા વિભાગને સતત ચેકિંગ હાથ ધરવા આદેશ કર્યો હતો.
તોલમાપ વિભાગને પણ વેપારીઓ દ્વારા વજનમાં ગેરરીતિ ન થાય તે માટે આકસ્મિક તપાસ કરવા તાકીદ કરવામાં આવી હતી.
બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી શિવરાજસિંહ ખુમાણે પુરવઠા વિભાગની કામગીરીનો ચિતાર આપ્યો હતો. આ બેઠકમાં સમિતિના અગ્રણી સભ્યો, ગ્રાહક સુરક્ષા મંડળના પ્રતિનિધિઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતાં અને પોતાના જરૂરી સૂચનો રજૂ કર્યા હતા.
