હનમતમાળ અને જામલીયામાં ‘જન ભાગીદારી અભિયાન’ કાર્યક્રમો યોજાશે
- byDamanganga Times
- 28 May, 2026
વલસાડ, તા. ૨૭ ઃ વલસાડ જિલ્લાના આદિવાસી વસ્તી ધરાવતા ગામોમાં લોકોને ઘરઆંગણે વિવિધ યોજનાકીય લાભો મળે તે માટે ધરતીઆંબા જનભાગીદારી અભિયાન હેઠળ વિશેષ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. જિલ્લા કલકેટરશ્રીની રાહબરી હેઠળ જુદા જુદા વિભાગના અધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાઇ રહયા છે.
આગામી તા.૨૯મી મેના રોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ગ્રામ પંચાયત હનમતમાળ ખાતે જનભાગીદારી અભિયાન કાર્યક્રમ થશે. જેમાં હનમતમાળ, હથનબારી, રાજપુરી જંગલ, ગોરખડા, શીશુમાળ, ભવઠાણ, આંબોસી, ગનવા, મનાઇચોંઢી, આવધા, ખામદહાડ, બોપી, ચાસમાંડવા, જાગીરી, નડગધરી અને સજનીબરડાના લોકો ભાગ લઇ શકશે. જયારે તા.૩૦મી મેના રોજ ધરમપુર તાલુકાના ગ્રામ પંચાયત જામલીયા ખાતે જનભાગીદાર અભિયાન કાર્યક્રમનું આયોજન થયું છે. જેમાં જામલીયા, મામાભાચા, બિલધા, મોરદહાડ, પીપલપાડા, પાંડવખડક, સોનદર, મુરદડ અને ગડી ગામના લોકો વિવિધ યોજનાકીય લાભ મેળવવા ઉપસ્થિત રહી શકશે. આ કાર્યક્રમમાં દરમિયાન આયુષ્માન ભારત કાર્ડ, ભ્પ્ કિસાન સમ્માન નિધિ યોજના, જાતિ પ્રમાણપત્ર (લ્વ્/ભ્સ્વ્ઞ્), રેશન કાર્ડ, વિધવા પેન્શન યોજનાના ફોર્મ ભરી શકાશે. સાથે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય વિષયક સેવાઓ ઉપલબ્ધ થશે. વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
