Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ધરમપુરમાં યોગ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

ધરમપુરમાં યોગ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો


વલસાડ, તા.૨૭ ઃ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ વિશ્વ યોગ દિવસ ૨૦૨૬ પૂર્વે જનજાગૃતિ અને અધિક માસની ઍકાદશી નિમિત્તે ધરમપુરના રાધાકૃષ્ણ મંદિર ખાતે ભજન મંડળ સંધ્યામાં યોગ પ્રશિક્ષક દ્વારા સૌને યોગ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. જેમાં યોગ શા માટે કરવામાં આવે છે, તેનું જીવનમાં શું મહત્વ છે. તે અંગેના પેમ્ફલેટ વિતરણ કરી સૌને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતાં. બહોળી સંખ્યામાં ભજનીક બહેનોઍ ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. યોગ પ્રશિક્ષક શિવમ ગુાઍ યોગ પ્રોટોકોલ અંતર્ગત વ્યાખ્યાન આપ્યું હતું અને યોગના લાભાલાભ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સેવક ભાવેશ ભૂસારાઍ સેવા આપી હતી. સૌને કેરીના જ્યુસની બોટલ આપવામાં આવી હતી.