Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાઘાબારીમાં હિરેનભાઈ બથવારે માનવતાભર્યો જન્મ દિવસ ઉજવ્યો

વાઘાબારીમાં હિરેનભાઈ બથવારે માનવતાભર્યો જન્મ દિવસ ઉજવ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાંસદા, તા. ૨૭ ઃ વાંસદા તાલુકાના વાઘાબારી ગામે ણ્લ્ગ્ બિલ્ડર્સના હિરેનભાઈ બથવારે ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સાથે પોતાનો જન્મ દિવસ ઉજવી માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજના સમયમાં ઘણા લોકો જન્મ દિવસ પાછળ મોટો ખર્ચ કરતા હોય છે, ત્યારે કેટલાક સેવાભાવી લોકો સમાજ માટે સકારાત્મક કાર્ય કરી ઉજવણીને યાદગાર બનાવતા હોય છે. વાઘાબારી ગામે આયોજિત કાર્યક્રમમાં ગરીબ તેમજ માતા-પિતા વિહોણા અંદાજે ૫૦ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ, નોટબુક અને અન્ય શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ બાળકો માટે જમણવારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તાપી જિલ્લાના સેવાભાવી યુવાન તરીકે ઓળખાતા હિરેનભાઈ બથવાર વિવિધ સામાજિક, ધાર્મિક અને લોકસેવાના કાર્યોમાં સતત સક્રિય રહે છે. તેઓ દર વર્ષે પોતાના જન્મ દિવસને માત્ર ઉજવણી પૂરતો મર્યાદિત ન રાખી સમાજના જરૂરિયાતમંદ બાળકો માટે ઉપયોગી બને તેવા સેવાકીય કાર્યો સાથે ઉજવે છે. ખાસ કરીને ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપી અભ્યાસ માટે પ્રોત્સાહન આપતા હોય છે. આ સમગ્ર કાર્યક્રમમાં નવસારી જિલ્લાના હ્નામન રાઈટ પ્રેસિડેન્ટ વૈશાલી પટેલ, સરપંચ સોનલબેન તથા સામાજિક કાર્યકર્તા કિશોરભાઈ ઉપસ્થિત રહ્ના હતાં. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગ્રામજનોઍ હિરેનભાઈના સેવાકાર્યની પ્રશંસા કરી તેમને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.