નવસારી મનપાના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયાઍ પદભાર સંભાળ્યો
- byDamanganga Times
- 28 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૨૬ ઃ નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ મંગળવારે નગરજનો ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતાં. ટાઉન હોલ ખાતે મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયની વિશેષ ઉપસ્થિતમાં નવસારી મહાનગરપાલિકાના સર્વપ્રથમ મેયર તરીકે અશોકભાઇ ધોરાજીયાનો વિધિવત પદગ્રહણ સમારંભ યોજાયો હતો. અશોકભાઈ ધોરાજીયા મેયર પદે બિરાજમાન થતાં જ ઉપસ્થિત કાર્યકતાઓ અને નગરજનોમાં ભારે હર્ષોલ્લાસ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ ભવ્ય સમારોહમાં ડેપ્યુટી મેયર તરીકે કેયુરીબેન દેસાઇ, કારોબારી ચેરમેન તરીકે મુકેશભાઇ અગ્રવાલ, શાસક પક્ષના નેતા તરીકે નરેશભાઇ પુરોહીત અને દંડક તરીકે રાકેશભાઈ પટેલે પણ પોતાના પદનો કાર્યભાર વિધિવત રીતે સંભાળ્યો હતો. નવસારી જિલ્લા માટે ગૌરવ સમાન ઐતિહાસિક પ્રસંગે ભાજપ જિલ્લા અધ્યક્ષ ભુરાલાલ શાહ, ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલી નાયક તથા માજી ધારાસભ્ય પિયુષ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્ના હતાં. આ સાથે જ મહામંત્રી જીગર દેસાઈ, શાંતિલાલ પટેલ, શંકરભાઈ આમલીયાર, ગણદેવી તાલુકા પ્રમુખ શૈલેષ હળપતિ સહિત પ્રશાંત શાહ, વિજય નાયક, ભીખુભાઈ પટેલ, સ્નેહલ પટેલ, નિલેશ નાયક અને પ્રવિણ ઉર્ફ ભોજાભાઈ પટેલ સહિત તમામ તાલુકાના હોદ્દેદારો અને સ્થાનિક અગ્રણીઓઍ હાજરી આપી નવનિયુક્ત પદાધિકારીઓને પુષ્પગુચ્છ આપી ઉત્સાહભેર અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી. મેયર અશોકભાઈ ધોરાજીયાની કુશળ કાર્યશૈલી અને અનુભવને જોતાં, તેમની સક્ષમ આગેવાની હેઠળ નવસારી શહેર અને સમગ્ર જિલ્લાના સર્વાંગી વિકાસને ઍક નવી ઊંચાઈ અને તેજ ગતિ મળશે તેવો દ્રઢ વિશ્વાસ સૌ કોઈઍ વ્યક્ત કર્યો હતો.
