નવસારી જિલ્લામાં બોર્ડના કેટલાક પાઠયપુસ્તકોની અછત
- byDamanganga Times
- 28 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૨૭ ઃ જિલ્લાભરમાં આવેલ કેટલીક ખાનગી શાળાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વર્ગો શરૂ થઈ ગયા છે જ્યારે ટ્યુશન ક્લાસો પણ શરૂ થઈ ચૂક્યા છે.
પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક ધોરણના પાઠ્યપુસ્તકો તથા ધોરણ ૧૦ અને ૧૨ ના કેટલાક વિષયના પાઠ્યપુસ્તકો બુક સ્ટોરમાં ન મળતા વિદ્યાર્થી અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્ના છે.
શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી તમામ ધોરણના પાઠ્યપુસ્તકો શાળાઓમાંથી આપવામાં આવતા હોય છે અને શાળા શરૂ થવાના આડે માંડ ૧૦ દિવસો બાકી રહ્ના છે.
જોકે ધોરણ નવ ના વિદ્યાર્થી અને ધોરણ ૧૧ ના વિદ્યાર્થીઓ ઉપલા વર્ગમાં પ્રવેશ મેળવતા હોય ત્યારે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનું વેકેશનમાંથી જ શિક્ષણ કાર્યની શરૂઆત થઈ જતી હોય છે અને શહેરી વિસ્તારોમાં ટ્યુશન કલાસો પણ ધમધમતા થઈ જતા હોય છે.
પરંતુ હાલમાં ધોરણ ૧૦ અને ૧૨ ના કેટલાક વિષયના પાઠ્યપુસ્તકો બુક સ્ટોરમાં ન મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં શિક્ષણ વિભાગ પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે મુખ્ય વિષયના જ પુસ્તકો ન મળતા આગળ અભ્યાસ પણ થઈ શકતો નથી અને જે બુક સ્ટોરમાં પુસ્તકો રહ્ના છે.
તે બુક સ્ટોર દ્વારા પુસ્તકોનો પૂરો સેટ લેવાનું જણાવતા હોય ત્યારે તમામ પુસ્તકો ખુલ્લા બજારમાં છૂટથી મળી શકે તેવી જોગવાઈ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે તે અતિ જરૂરી છે.
