Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વીર સાવરકરના રક્ષણ કાજે ધરમપુરના રાજકુમારનો ગુ જંગ

વીર સાવરકરના રક્ષણ કાજે ધરમપુરના રાજકુમારનો ગુ જંગ


ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ માત્ર જેલ અને મેદાનોમાં જ નથી લખાયો, પણ રજવાડાઓના ઍવા આલિશાન મહેલોમાં પણ ધબકતો હતો જ્યાં બ્રિટિશરોની નજર પહોંચી શકતી નહોતી. આવું જ ઍક ગૌરવશાળી પણ વિસરાયેલું નામ છે ધરમપુર રજવાડાનાં રાજકુમાર શ્રી ચંદ્રદેવજી હરિદેવજી. જેમના જીવનના તાર વીર સાવરકરના ક્રાંતિકારી જીવન સાથે અદભૂત રીતે જોડાયેલા છે.

જન્મ અને જહાજની ઍ ઐતિહાસિક મુસાફરી

 કુમાર શ્રી ચંદ્રદેવજીનો જન્મ ૨૮ મે, ૧૮૮૬ના રોજ થયો હતો. અદભૂત સંયોગ તો જુઓ કે વીર સાવરકરની જન્મ તારીખ પણ ૨૮ મે (૧૮૮૩) જ હતી. આ બંને મહાનુભાવોની પ્રથમ મુલાકાત દરિયાની લહેરો વચ્ચે થઈ હતી. ૯ જૂન, ૧૯૦૬ના રોજ મુંબઈથી લંડન જવા રવાના થયેલું ઍસ.ઍસ. પર્શિયા જહાજ આ મૈત્રીનું સાક્ષી બન્યું. વેટરનરી સર્જનનો અભ્યાસ કરવા જઈ રહેલા રાજકુમાર ચંદ્રદેવજી આ મુસાફરી દરમિયાન સાવરકરજીના સંપર્કમાં આવ્યા અને તેમના પ્રચંડ રાષ્ટ્રવાદથી તેઓ પ્રભાવિત થયા હતા.

૧૯૧૦માં જ્યારે વીર સાવરકરની લંડનના વિક્ટોરિયા સ્ટેશન પર ધરપકડ કરવામાં આવી, ત્યારે આખા લંડનમાં રહેતા ભારતીયોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સાવરકરનો કેસ લડવા માટે ડિફેન્સ ફંડની જરૂર હતી. ક્રાંતિકારી નિરંજન પાલ (બિપિન ચંદ્ર પાલના પુત્ર) જ્યારે ફંડ માટે નીકળ્યા ત્યારે ઇતિહાસ નોંધે છે કે, ઘણા ધનિક ભારતીય વિદ્યાર્થીઓઍ ડરના માર્યા મદદ કરવાની ના પાડી દીધી હતી. પરંતુ, ચંદ્રદેવજીઍ પોતાની રાજવી છાપ જોખમમાં મૂકીને સાવરકરજી માટે તે સમયે દ્બ૫૦૦ (૫૦૦ પાઉન્ડ) જેવી માતબર રકમનું ગુ દાન આપ્યું હતું.

નિરંજન પાલના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ નેહરુ પાસે ફંડ માટે ગયા ત્યારે નેહરુઍ માત્ર ફંડ આપવાનીના પાડી ઍટલું જ નહીં, પણ તેમને ત્યાંથી હાંકી કાઢ્યા હતા,આ ઘટનાના વિરોધાભાસમાં ધરમપુરના કુમાર શ્રી ચંદ્રદેવજીઍ તે જ સમયે ગુ રીતે દ્બ૫૦૦ (૫૦૦ પાઉન્ડ) નું મોટું દાન આપીને સાવરકરજી ની સ્વાતંત્ર્યતાની ચળવળને મદદ કરી હતી.

આંતરરાષ્ટ્રીય પડઘા અને કારાવાસનો ત્યાગ

 સાવરકરજીનો કેસ માત્ર ભારત કે લંડન પૂરતો સીમિત નહોતો. જ્યારે સાવરકર માર્સેલ્સ બંદરે સમુદ્રમાં કૂદી પડયા, ત્યારે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં તેમના બચાવમાં કોમ્યુનિસ્ટ વિચારધારાનાં પ્રણેતા કાર્લ માર્ક્સના પૌત્ર અને પ્રસિદ્ધ વકીલ જીન લોન્ગેટ (ર્થ્ફૂઁ ન્ંઁ્યિંફૂદ્દ) ઍ પ્રચંડ લડત આપી હતી, જે સાબિત કરે છે કે સાવરકરનો પ્રભાવ વૈશ્વિક હતો.

 બ્રિટિશ દમન અને યરવડાની ઍ રૂમ 

બ્રિટિશ સરકાર આ રાજકુમારની ક્રાંતિકારી મથામણોથી વાકેફ થઈ ચૂકી હતી. ૧૯૩૧ના ઍક સરકારી દસ્તાવેજમાં ક્રૂર બ્રિટિશરોઍ નોંધ્યું છે કે ચંદ્રદેવજીની માનસિક સ્થિતિ શ્ઁફુફૂસ્ન્જ્ર્ઞ્શ્વીણુશ્રફૂ ખ્સ્ન્સ્ન્ંણૂર્જ્ઞ્ીદ્દફૂસ્ન્ (અનિચ્છનીય સાથીદારો - જે સાવરકર અને તેમના ક્રાંતિકારી મિત્રો માટે વપરાયેલો શબ્દ હતો) ને કારણે બગડી છે. તેમને રાજકીય શહીદ બનતા રોકવા માટે બ્રિટિશ સરકારે તેમને યરવડાની માનસિક હોસ્પિટલમાં આઈસોલેટ કરી દીધા હતા. જેલ અને હોસ્પિટલની દીવાલો વચ્ચે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ થયો, પણ તેમનો દેશપ્રેમ અકબંધ રહ્ના. ધરમપુર રાજવી પરિવારનાં ગૌરવદેવજી સિસોદીયાઍૅ આ ઘટનાના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૧૦માં કુમાર શ્રી ચંદ્રદેવજીઍ વીર સાવરકરજીના ડિફેન્સ ફંડ માટે ગુ રીતે ૫૦૦ પાઉન્ડની રકમ મોકલી હતી. તે સમયે આ રકમ ખૂબ મોટી હતી અને આજના સમયના મૂલ્ય મુજબ ગણીઍ તો તે આશરે ૧ કરોડ રૂપિયા જેટલી થાય છે. પોતાનું જીવન અને સત્તા જોખમમાં મૂકીને સાવરકરજીના ક્રાંતિ યજ્ઞમાં આટલી મોટી રકમની ગુ આહુતિ આપવી, ઍ ચંદ્રદેવજીની સાચી દેશભક્તિનું અદ્વિતીય ઉદાહરણ છે.

૧૯૪૩માં સાવરકરના ૬૦મા જન્મદિવસે ચંદ્રદેવજીઍ તેમને ઉમંગભેર પોતાનો શુભ સંદેશ પાઠવ્યો હતો. આ સંદેશમાં તેમણે વીર સાવરકરજીની અજોડ દેશભક્તિનો ગૌરવભેર ઉલ્લેખ કરી તેમને ભાવપૂર્ણ પ્રણામ પાઠવ્યા હતા. (સંદર્ભ પ્રભાત, મુંબઈ, ૩૦ મે ૧૯૪૩), ઓક્ટોબર ૧૯૪૭માં, દેશ આઝાદ થયાના ગણતરીના દિવસોમાં જ આ વીર રાજકુમારનું અવસાન થયું. આજે ઍ ખૂબ જ જરૂરી છે કે ધરમપુરના આ રાજકુમારનું યોગ્ય સ્મારક બને અને તેમને વિધિવત રીતે સ્વાતંત્ર્ય સેનાનીનું બિરુદ આપવામાં આવે. આ માંગણી માત્ર ઍક વ્યક્તિના સન્માન માટે નથી, પરંતુ નવી પેઢીને ઍ વાતથી માહિતગાર કરવા માટે છે કે, આઝાદીના મહાયજ્ઞમાં દેશના રજવાડાઓઍ પણ કેટલી મૌન અને કિંમતી આહુતિ આપી હતી.