વાપીના જે-ટાઈપ આરઅોબી માટે મેગા બ્લોકની મંજુરી
- byDamanganga Times
- 28 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ વાપીના જે ટાઈપ ખાતે નવો બની રહેલો રેલવે ઓવરબ્રિજની રેલવે પરિસરની કામગીરી માટે મેગા બ્લોકની મંજૂરી મળતા જ હવે ગણતરીના દિવસોમાં કામગીરી પૂર્ણ થતા લોકાર્પણ કરાશે.
વાપીમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ વાપી જીઆઇડીસીના જે ટાઈપ રોડથી વાપી ટાઉનના નામધા રીંગરોડને જોડતો રૂ. ૫૦ કરોડના ખર્ચે જીઆઇડીસી દ્વારા રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્ના છે. જે અંગેની સંપૂર્ણ દેખરેખ પીડબ્લ્યુડી વિભાગના ઈજનેર જતીન પટેલ દ્વારા કરાઈ રહી છે. આ રેલવે ઓવરબ્રિજની જે ટાઈપ વિસ્તાર તેમજ રીંગરોડ તરફનો જે જીયુડીસી અને વાપી મહાનગરપાલિકા તેમજ પીડબલ્યુડી વિભાગ દ્વારા કરવાની તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હવે રેલવે પરિસરની કામગીરી ચાલી રહી છે. જોકે રેલવે ટ્રેક ઉપર રાખવામાં આવતી લોખંડની સ્ટ્રક્ચર પણ બનીને તૈયાર થઈ ગયું છે અને જેને ખસેડવા માટે વાપી મહાનગરપાલિકા દ્વારા પડ્ઢિમ રેલવે મુંબઈમાં મેગા બ્લોકની માંગણી કરી હતી.
પરંતુ કેટલીક ટેકનીકલ બાબતોને ધ્યાને લઈ હવે નવેસરથી લગભગ ચાર તબક્કામાં મેગા બ્લોક મેળવી આ કામગીરી પૂર્ણ કરાશે. જે અંગે વાપી મહાનગરપાલિકાના તત્કાલીન સત્તાધીશો તેમજ ગુજરાત રાજ્યના નાણા તેમજ શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ દેસાઈ દ્વારા ભારે મહેનત અને સતત આ રેલવે ઓવરબ્રિજ બનાવનાર ઍજન્સી અને ઇજનેરો તેમજ જવાબદાર અધિકારીઓ સાથે સંપર્કમાં રહી આ રેલવે ઓવરબ્રીજ ચોમાસા પહેલા બનીને તૈયાર થાય અને લોકો માટે ઉપયોગી બને તે માટે ભારે રસ લઈ આ રેલવે ઓવરબીજની કામગીરી પૂર્ણ કરાવી છેે.
