Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

કુંતા ઍમ.ડી. ડ્રગ્સ પ્રકરણમાં બન્ને આરોપીઅોને ૯ દિવસના રિમાન્ડ

કુંતા ઍમ.ડી. ડ્રગ્સ પ્રકરણમાં બન્ને આરોપીઅોને ૯ દિવસના રિમાન્ડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ વાપીના કુંતાગામેથી ભંગારના ગોડાઉનમાંથી ઝડપાયેલ ઍમડી ડ્રગ્સ પ્રકરણના બંને આરોપીને વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવતા ૯ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આ દરમિયાન ઍટીઍસ ગુજરાત અને ઍસઓજી વલસાડની ટીમ દ્વારા ઍમડી ડ્રગ્સ બનાવવા માટે રો મટીરીયલ અને તેને સપ્લાય કરવામાં મોટા માથાની સામેલગીરી બહાર આવવાની પણ શક્યતા છે. ગુજરાત ઍટીઍસ અને વલસાડ ઍસોજીઍ સંયુક્ત ઓપરેશન હાથ ધરી વાપીના કુંતાગામે આવેલ ડુંગર ફળિયાની ઍક ભંગારની ઍકે સ્ટીલ સપ્લાયર નામના ગોડાઉન માંથી ઍમડી ડ્રગ્સ ૨.૩૭૭ કિ.ગ્રા. જેની કિંમત રૂ. ૭૧.૩૧ લાખની સાથે આરોપી. અબ્દુલ કલામ ખાન રહે. દમણ અને મેહુલ નલિનકુમાર મકવાણા રહે. વાપીની અટકાયત કરી મુખ્ય સૂત્રધાર રાજેશ મોરિયાને વોન્ટેડ જાહેર કર્યો હતો જે પ્રકરણમાં આજે ગુજરાત ઍટીઍસની ટીમ દ્વારા બંને આરોપીને વાપીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા સરકારી વકીલ મુકેશભાઈ પાટણવાડિયાની ધારદાર રજૂઆત અને પુરાવાઓ સાથે રજૂઆત કરવામાં આવતા નામદાર કોર્ટના જજ આઈ.ઍ. શેખ દ્વારા બંને આરોપીને ૯ દિવસ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે. આ રિમાન્ડ દરમિયાન બંને આરોપીને ગુજરાત ઍટીઍસ અને વલસાડ ઍસઓજી પોલીસની ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરી આ ઍમડી ડ્રગ્સ પ્રકરણ કેટલા સમયથી અહીં ચાલી રહ્નાં હતું અને અહીં તૈયાર થયેલો માલ ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો તેમ જ ઍમડી ડ્રગ્સ પ્રકરણમાં વાપી દમણ તેમજ મુંબઈના અન્ય ઈસમની સામેલગીરી પણ બહાર આવવાની શક્યતા છે.

મુખ્ય સુત્રધાર રાજેશ મોર્ય વાપીથી ઝડપાયો ઃ ૧૦ દિવસના રિમાન્ડ

વાપી કુંતા ડ્રગ્સ પ્રકરણના મુખ્ય આરોપી રાજેશ મોરિયાને ઍસઓજી અને ઍટીઍસ ગુજરાતની ટીમે વાપીથી ઝડપી પાડી વાપી કોર્ટના નામદાર જજ આઈ.ઍ. શેખની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો આ દરમિયાન સરકારી વકીલ મુકેશભાઈ પાટણવાડિયાની ધારદાર રજૂઆતને લઈ નામદાર કોર્ટના જજ દ્વારા આરોપી રાજેશ મોરિયાના દસ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે. આ દરમિયાન તેમણે ઍમડી ડ્રગ્સ બનાવવાની આવડત ક્યાંથી શીખી અને તે ઍમડી ડ્રગ્સ બનાવવા માટેનો માલ મટીરીયલ ક્યાંથી લાવતો અને તેને કોણ મદદરૂપ થતા તે અંગેની તપાસ હાથ ધરી છે. જોકે આ ઍમડી ડ્રગ્સ પ્રકરણમાં વાપી, દમણ અને મુંબઈના પણ અનેક નામચીન લોકોના નામ બહાર આવવાની શક્યતા છે.