પારડી હાઈવેથી રૂ.૩.૧૩ લાખનો દારૂ ઝડપાયો
- byDamanganga Times
- 28 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૨૭ ઃ પારડી હાઇવેથી નંબર ૪૮ પર કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી રૂ.૩.૧૩ લાખનો દારૂ લઇ જતો બુટલેગર ઝડપાયો હતો.
દારૂ ભરાવનાર ઍક ઈસમ વોન્ટેડૅં કુલ રૂ. ૭.૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પારડી પોલીસ સ્ટેશનની હાઇવે પર દમણીઝાપા બ્રિજ નજીક નાકાબંધી દરમિયાન દારૂ ભરેલી કાર ઝડપી પાડી ઍક યુવકની ધરપકડ કરી હતી. પારડી પોલીસ ને મળેલ બાતમીના આધારે મામલતદાર સામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન આઈ-ટેન કાર નંબર ઞ્થ્-૧૫-ઘ્ફ-૦૩૧૪ આવતા પોલીસે અટકાવી હતી. જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ ૧૦૦૮ જેની કી.રૂ. ૩.૧૩ લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કાર ચાલક જયમીન કમલેશભાઈ પટેલ રહે. વાપી ને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઈ-ગુજકોપ ઍપ પર નંબર પ્લેટની ચકાસણી કરતા ખોટી હોવાનું જણાઈ આવ્યું હતું. બુટલેગરો પોલીસ ને ગેરમાર્ગે દોરવા ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરતા ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા દમણના ડાભેલમાંથી રાજ શર્મા નામના ઈસમ પાસેથી દારૂ ભરેલી કાર મેળવી સુરતના સચીન નજીક પહોંચાડવાની હોવાનું કબૂલ્યું હતું. પોલીસે કુલ રૂ. ૭.૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી રાજ શર્મા ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
