પારડી હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો
- byDamanganga Times
- 28 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૨૭ ઃ પારડી તાલુકાના ખડકીગામમાં નેશનલ હાઇવે નંબર ૪૮ પર ઢોર આવી ચઢતા ઍક પાછળ ઍક ૩ વાહનો અથડાતા વિચિત્ર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે અચાનક બ્રેક મારતા, પાછળ આવતો ટેમ્પો અને ઍસટી બસ અથડાતા મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા સદનસીબે બધાનો બચાવ થયો હતો ખડકી રેમન્ડ કંપની સામે હાઇવે વાપીથી વલસાડ જતા ટ્રેક પર અચાનક ઢોર આવી ચઢતા કાર ચાલકે બ્રેક મારી હતી. જેના પાછળ ટેમ્પો ન. ડી.ડી. ૦૧ ઍમ. ૯૭૮૨ અથડાયા બાદ તેની પાછળ ઍસટી બસ ન. ઍમ.ઍચ. ૨૦ બી.ઍલ. ૧૮૭૮ અથડાતા વિચિત્ર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે ઍસટી બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે સદ્નસીબે તમામ નો આબાદ બચાવ થવા પામ્યો હતો. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. ઘટનામાં વાહનોને નુકશાન થવા પામ્યું હતું. જો કે મોટી જાનહાની ન થતા માટે દુર્ઘટના બનતા ટળી હતી.
