Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપી મનપાના મેયર સહિત ૩ હોદ્દા માટે શહેર ભાજપ પ્રમુખે ૨૫ ફોર્મ ઉપાડ્યા

વાપી મનપાના મેયર સહિત ૩ હોદ્દા માટે શહેર ભાજપ પ્રમુખે ૨૫ ફોર્મ ઉપાડ્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૬ ઃ વાપી મહાનગર પાલિકાની પ્રથમ યોજાયેલી સામાન્ય ચૂંટણી ગત મહિને સંપન થયા બાદ પ્રથમ મેયર અને ડેપ્યુટી મેયર તથા કારોબારી ચેરમેનની આવતી કાલે ૨૮ મે ના રોજ યોજાનાર ચૂંટણી માટે આજે વાપી શહેર ભાજપ પ્રમુખ મનિષય દેસાઈઍ ૨૫ ફોર્મ પાલિકાના સુપ્રિમટેન્ડન્ટ રિતેશ રાવલ પાસેથી ઉપાડ્યા હતા.    

વાપી મનપાની પ્રથમ ચૂંટણીમાં ભાજપે ૫૨ માંથી ૩૭ બેઠક અંકે કરી હતી અને ત્યારબાદ વોર્ડ નં. ૧૨માંથી ચૂંટાયેલા અપક્ષ ૪ સભ્યો પાછળથી ભાજપમાં જોડાયા હતા અને ૧૧ બેઠક કોગ્રેસના ફાળે ગઈ હતી. ચૂંટણી સંપન થઈને પરિણામ આવ્યાને ઍક મહિનાથી વધુ સમય વીતી ગયો છે. ત્યારે ગત શુક્રવારે  મનપાના નવા કમિશનર ઍન. ઍફ. ચૌધરીઍ હોદ્દો સંભાળ્યો બાદ મનપાના પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ આજે વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ દેસાઈઍ મનપા કચેરીઍથી મેયર, ડે. મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન અને સ્ટેન્ડીંગ કમીટીના ૧૨ સભ્યો માટે ઉમેદવારો માટે ૨૫ જેટલા ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા હતા. હવે ગુરુવારે આ ત્રણેય હોદ્દા અને કમીટી સભ્યો માટે સભામાં ભાજપ પોતાના ચૂંટાયેલા કાઉન્સિલરને મેન્ડેડ આપી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાવશે. જા કે વિરોધ પક્ષ તરફથી કોઈ ઉમેદવારી ફોર્મ લેવાયું નહીં હોવાનું જાણવા મળ્યું છે.