Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડ સિવિલનાં પાર્કિંગમાં કાર સળગાવવાનો પ્રયાસ

વલસાડ સિવિલનાં પાર્કિંગમાં કાર સળગાવવાનો પ્રયાસ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ તા. ૨૭ ઃ વલસાડ શહેરની સિવિલ હોસ્પિટલના ર્પાકિંગમાં પાર્ક કરેલી ઍક કારને મોડી રાત્રે સળગાવી દેવાના પ્રયાસને રાત્રે ઍક રાહદારીઍ આગ જોતા તાત્કાલિક આગ પર કાબૂ મેળવી આગને ટાળી હતી.

વલસાડ  શહેરના  નનકવાડા વિસ્તારમાં સુનિલભાઈ શૈલેષભાઈ પટેલ રહે છે અને તેઓ અને સિવિલ હોસ્પિટલમાં ઍમ્બ્યુલન્સ ચાલક તરીકે પોતાની મારૂતિ સુઝુકી સેલરિયો કાર નંબર ઞ્થ્-૦૯-પ્-૧૧૪૫ ગત રોજ સિવિલ હોસ્પિટલના ર્પાકિંગમાં પાર્ક કરીને ગયા હતા.

દરમિયાન મોડી રાત્રે ૧ઃ૩૦ કલાકે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કારના પાછળના ટાયરના ભાગે આગ લગાવવાની ઘટના બની હતી. જો કે આગ ધીમે ધીમે  કારના પાછળના ભાગમાં લાગેલી જોતા રાત્રે ત્યાંથી પસાર થઈ રહેલા ઍક  રાહદારીઍ કારમાંથી ધુમાડો અને આગ નીકળતી જોતા તાત્કાલિક સ્થાનિક લોકો  દોડીને આગ બુઝાવી  હતી. જોકે આજ કાબુમાં નહીં લેવાતા પાછળનું ટાયર અને આજુબાજુના ભાગ બળી ગયો હતો. જોકે કાર સીઍનજી હોવાથી મોટી દુર્ઘટના થાય તે પહેલા આગને કાબૂમાં લેતા લોકો ઍ રાહતનો શ્વાસ લીધો હતો. કારમાં આગ લગાવવાની ઘટના અંગે વલસાડ સીટી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે   આજુબાજુ લગાવાયેલા સીસીસીટી ફૂટેજ આધારે પોલીસે અજાણ્યા ઇસમની શોધખોળ શરૂ કરી છે.