પારડીની ધગડમાળ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલને ખામીઓ સુધારવા ઍક મહિનાની મુદ્દત
- byDamanganga Times
- 27 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૬ ઃ પારડીની દહેલી ધગડમાળ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલની વહીવટી અને માળખાકીય મંજૂરીઓને લઈને તાજેતરમાં થયેલા રોજકામ મુજબ, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી, પ્રમુખ અને મંત્રીની હાજરીમાં આ અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આગામી ઍક મહિનાની અંદર તમામ કાયદાકીય અને વહીવટી દસ્તાવેજો રજૂ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં શાળાની માન્યતા સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલી ધગડમાળ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ (ડેહેલી પારડી)ની વહીવટી અને માળખાકીય મંજૂરીઓને લઈને ઍક મહત્વ સામે આવ્યા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ની કચેરી માં રજૂ કરવામાં આવેલી સુનાવણી અરજીના સંદર્ભમાં શાળા વહીવટી તંત્રને ખૂટતા આધારો અને પ્રમાણપત્રો રજૂ કરવા માટે ઍક મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
તાજેતરમાં થયેલા રોજકામ મુજબ, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી, પ્રમુખ અને મંત્રીની હાજરીમાં આ અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આગામી ઍક મહિનાની અંદર (તા. ૧૩/૦૪/૨૦૨૬ થી) નિયમોનુસારની પૂર્તતા કરવા માટે ટ્રસ્ટી મંડળે સંમતિ દર્શાવી સહી કરી આપી છે. શાળાઍ આગામી ૧ મહિનામાં આ ૮ મહત્વની પૂર્તતા કરવી પડશે., શાળાનું મકાન જે જમીન પર આવેલું છે તે જમીનને ફખ્ (બિનખેતી) કરાવવી, નિયમાનુસાર શાળાના રમત-ગમતના મેદાનને પણ ફખ્ (બિનખેતી) કરાવવું, શાળાના મકાનના બાંધકામની જરૂરી પરવાનગી મેળવવી, સક્ષમ સત્તાધિકારી દ્વારા મંજૂર કરાયેલો પ્લાન (નકશો) રજૂ કરવો સક્ષમ સત્તાધિકારીનું ગ્શ્ઘ્ (બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ) મેળવવું, નિયમો મુજબ લાગુ પડતું સક્ષમ સત્તાધિકારીનું ફાયર ઍન.ઓ.સી. મેળવવું, મકાન માટેનું ભૂકંપ પ્રતિરોધક પ્રમાણપત્ર રજૂ કરવુ, શાળામાં જરૂરી ભૌતિક સુખ-સુવિધાઓ, આરોગ્ય વિષયક બાબતો તેમજ અન્ય આનુષંગિક જરૂરી પૂર્તતાઓ કરવી, જો શાળા વહીવટી તંત્ર દ્વારા નિયત સમયમર્યાદામાં આ તમામ કાયદાકીય અને વહીવટી દસ્તાવેજો રજૂ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં શાળાની માન્યતા કે સંચાલન સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થઈ શકે છે. હાલમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી આ તમામ બાબતો વહેલી તકે પૂર્ણ કરવા માટે સહમત થયા છે.
