જીરવલ અને વારોલીતલાટમાં મોટર વાયર અને કેરી ચોરીના બનાવો વધ્યા
- byDamanganga Times
- 27 May, 2026
(દમણગંગા ટાઈમ્સ -તિનિધિ)
નાનાપોંઢા, તા.૨૬ ઃ નાનાપોંઢા તાલુકાના જીરવલ અને વારોલીતલાટ ગામોમાં છેલ્લા ઘણા સમયથી મોટર વાયર અને કેરી ચોરીના બનાવો સતત વધતા જતા હોવાથી ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્ના છે. ખાસ કરીને ખેતી આધારિત વિસ્તારોમાં રાત્રિના સમયે અજાણ્યા તત્વો સક્રિય બની ખેડૂતોને નિશાન બનાવી રહ્નાં હોવાનું સામે આવી રહ્નાં છે.
ગત રોજ રાત્રિના સમયે જીરવલ ગામમાં ફરી ઍક વખત ચોરીની ઘટના સામે આવી હતી, જેમાં અંદાજે ૬ થી ૮ ખેડૂત મિત્રોના ખેતરમાંથી મોટરના વીજ વાયર ચોરી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ખેડૂતોને વહેલી સવારે ખેતરમાં જતા મોટરના વાયર કપાયેલા અને ગાયબ હાલતમાં જોવા મળ્યા હતા. જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી વિસ્તારમાં મોટર વાયર તેમજ કેરી ચોરીના બનાવો વારંવાર બની રહ્ના છે. કેરીની સિઝન દરમિયાન પણ બાગાયતી ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડી રહ્નાં છે. રાત્રિના અંધારાનો લાભ લઈ ચોરટોળકી ખેતરોમાં પ્રવેશી ચોરીની ઘટનાઓને અંજામ આપતી હોવાનું ગ્રામજનો જણાવી રહ્ના છે.
ગત રાત્રે બનેલી ઘટનામાં ઍક મહત્વપૂર્ણ સબૂત પણ હાથ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. ખેડૂતો ખેતર તરફ જઈ રહ્ના હતા તે દરમિયાન ચોરી કરતા શખ્સો બાઈક મૂકીને ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાસ્થળ નજીકથી મળેલ બાઈકનો નંબર ઞ્થ્-૧૫ ચ્ફ-૫૧૯૨ હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે ચોરો સુમસામ જગ્યાઍ બાઈક મૂકી ખેતરોમાં પ્રવેશતા અને ચોરીની ઘટનાને અંજામ આપતા હતા.
ખેડૂતોના સતર્કતાના કારણે આ વખતે ચોરો પોતાનું બાઈક સ્થળ પર જ છોડીને ભાગી જવા મજબૂર બન્યા હતા. જેના કારણે હવે પોલીસને તપાસમાં મહત્વપૂર્ણ કડી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ ચોરટોળકી પહેલાથી જ સક્રિય હતી અને અગાઉ પણ અનેક ચોરીના બનાવોમાં સંડોવાયેલ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાને પગલે જીરવલ ગામના લોકો અને ખેડૂતોઍ ઍકજૂટ થઈ નાનાપોંઢા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. ગ્રામજનોઍ પોલીસ તંત્ર પાસે રાત્રિ પેટ્રોલિંગ વધારવાની તેમજ ઝડપથી આરોપીઓને ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ખેડૂતોનું કહેવું છે કે સતત બની રહેલી ચોરીની ઘટનાઓને કારણે રાત્રે ખેતરોમાં જવા પણ ભયનો માહોલ સર્જાયો છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ મોટરના વાયર ચોરી થતાં સિંચાઈ કામગીરી ખોરવાઈ રહી છે, જેના કારણે ખેતી પર સીધી અસર પડી રહી છે. બીજી તરફ કેરી ચોરીના બનાવોને કારણે બાગાયત ખેડૂતોમાં પણ ભારે નિરાશા જોવા મળી રહી છે.
હાલ સમગ્ર મામલે નાનાપોંઢા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. બાઈક નંબરના આધારે આરોપીઓ સુધી પહોંચવાની દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોઍ જણાવ્યું છે. ગ્રામજનો હવે પોલીસ કાર્યવાહી તરફ મીટ માંડીને બેઠા છે અને ચોરીના બનાવો અટકાવવા કડક પગલાં ભરાય તેવી માંગ ઉઠી રહી છે.
