Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

કપરાડાના ૯૯ ગામોમાં રસ્તાઅો જર્જરીત

કપરાડાના ૯૯ ગામોમાં રસ્તાઅો જર્જરીત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

કપરાડા, તા. ૨૬ ઃ આજ રોજ  રોજ સમસ્ત આદિવાસી સમાજ કપરાડાના આગેવા જયેન્દ્ર ગાંવિતના આગેવાનીમાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી કપરાડા તાલુકાના ૯૯ ગામોના જર્જરિત રોડ-રસ્તાઓની તાત્કાલિક મરામત કરવાની માંગ કરવામાં આવી હતી.

 રજૂઆતમાં જણાવાયું હતું કે તાલુકાના અનેક ગામોમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આંગણવાડી, સરકારી દવાખાના સહિત જાહેર ઉપયોગના માર્ગો પર મોટા ખાડા પડી જતા રસ્તાઓ બિસ્માર હાલતમાં પહોંચી ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે.

મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજના, વડાપ્રધાન ગ્રામ સડક યોજના, તાલુકા વિકાસ, જિલ્લા વિકાસ, ઍ.ટી.વી.ટી., સ્ટેમ્પ ડ્યુટી અને કિશાન પથ જેવી વિવિધ સરકારી યોજનાઓ હેઠળ બનાવાયેલા રસ્તાઓની હાલત અત્યંત જર્જરિત બની ગઈ હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ કરાયો હતો.

જયેન્દ્ર ગાંવિતે સંબંધિત બાંધકામ શાખા અને રોડ-રસ્તા વિભાગના અધિકારીઓને તાત્કાલિક સર્વે હાથ ધરી ચોમાસાની શરૂઆત પહેલાં જ ડામર પેચવર્ક કરી રસ્તાઓ સમારકામ કરવા અંગે રજૂઆત કરાઈ છે.