ઉમરસાડી માછીવાડના માછીમારો બુમલા માછલી સુકાવવાની કામગીરીમાં જાતરાયા
- byDamanganga Times
- 27 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૬ ઃ પારડી તાલુકાના કાંઠા વિસ્તાર ઉમરસાડી માછીવાડમાં હાલ ઉનાળાની શરૂઆતમાં ઉનાળાની સીઝન શરૂ થયું હોય ત્યારે માછીમાર ભાઈ બહેનોઍ બુમલા માછલી સુકાવવા માટેની શરૂઆત કરી છે. આ માછલી થકી માછીમાર ભાઈ બહેનો સારી કમાણી કરી લેતા હોય છે. ઉમરસાડી માછીવાડ ગામમાં તાજેતરમાં માર્ચ મહિનાની શરૂઆત થઈ છે અને ઉનાળાની પણ શરૂઆત થઈ છે અને ગરમી વધી રહી છે ઠંડીનો પ્રભાવ ઓછો પડી રહ્ના છે ત્યારે માછીમાર ભાઈ બહેનોઍ દરિયાઈ કિનારા પર બુમલા માછલી સુકાવવા માટે છાપરા નાખવામાં માંડ્યા છે કહેવાય છે કે, ઉનાળામાં ખૂબ જ સારા પ્રમાણમાં દરિયામાં બૂમલા માછલી મળી રહેતી હોય છે બુમલા માછલી માછીમાર ભાઈ બહેનોનો મુખ્ય ખોરાક કહેવાય છે અને વળી સ્થાનિક બજારોમાં ખૂબ જ સારા પ્રમાણમાં વહેંચાય છે. આ માછલી સુકાવ્યા બાદ આ માછલીની ખૂબ જ માંગ હોય છે. બહારના વેપારીઓ પણ સૂકા ભુમલા ખરીદી કરવા માટે બહારથી ખાસ આવતા હોય છે અને સ્થાનિક માછીમાર ભાઈ બહેનોને બુમલા માછલીમાં ખૂબ જ સારી આવક મળી જતી હોય છે.
