પારડીમાં પ્રિમોન્સુન કામગીરી પુરજાશમાં
- byDamanganga Times
- 27 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૬ ઃ પારડી નગર પાલિકા વિસ્તારમાં ચોમાસા સીઝન આવવાની નજીક હોય જેને ધ્યાનમાં રાખીને ચીફ ઓફિસર કોમલબેન ધાનાણી, પ્રમુખ ચેતન નાયકાના માર્ગદર્શન હેઠળ પ્રી-મોન્સુન કામગીરી પારડી નગરમાં હાથ ધરવામાં આવી હતી. જેમાં કારોબારી ચેરમેન ચેતન ભંડારી, આરોગ્ય ચેરમેન કિરણ પટેલ તેમજ સેનેટરી ઇસ્પેક્ટર મેહુલ પરમાર, સુપરવાઈઝર પંકજ ગરણીયા તેમની ટીમ સાથે અને બહારથી રોકેલા છુટક મજૂરો પાસે વરસાદી પાણીની નાની મોટી ગટર સાફ સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. જેમાં વિવિધ વિસ્તારોમાં નવા બસડેપોથી રાણા સ્ટ્રીટથી પારસીવાડ, મોદી સ્ટ્રીટથી ચિવલરોડ, વલસાડીઝાંપાથી ધર્મશાળા સામેથી જુનું બસસ્ટેશન, લીમડાચોક સુધી સ્વાતિ કોલોનીથી પ્રજાપતિ હોલ પાસે રાયનાખાડીથી શિવનગર સુધી ગટરનું કામ સાફ સફાઈ પ્રિ-મોન્સુનની કામગીરી શરૂ કરવામાં આવ્યું હતું. બીલીયા શાકભાજી માર્કેટ, મચ્છી માર્કેટ, ઈલોરા પાર્ક ઍપાટમેન પાછળ સુધી સફાઈ પણ કરવામાં આવી હતી.
