Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

પારડીમાં શ્રીમદ્દ ભાગવત કથા સંપન્ન

પારડીમાં શ્રીમદ્દ ભાગવત કથા સંપન્ન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૨૬ ઃ પારડી ધીરુભાઈ હોલમાં ૧૮મી મેથી ચાલુ થયેલ શ્રીમદ ભાગવત કથા ૨૦મી મે રોજ પૂર્ણ થઈ ગઈ છે આ કથામાં પૂજ્ય પ્રફુલભાઈ શુક્લ દ્વારા સાત દિવસ સુધી સતત શ્રીમદ ભાગવત કથાનો રસપાન સ્રોતાઓને કરાવવામાં આવ્યો હતો કથાનું આયોજન પારડી ના જાણીતા સમાજસેવક આશિષ દેસાઈ ગુરુ દ્વારા કરવામાં આવ્યો હતો. વિશાળ સંખ્યામાં કથામાં લોકો ઉમટી પડ્યા હતા કથાના મુખ્ય યજમાન દિલીપભાઈ પાનવાલા રહ્ના હતા  અંતિમ દિવસે પૂજ્ય પ્રફુલભાઈ શુક્લનો સન્માન કરવામાં આવ્યું હતું વલસાડના બિલ્ડર કાળુભાઈ તરફથી દરરોજ મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો સફળતાપૂર્વક તથા પૂર્ણ થઈ હતી. અધિક માસમાં શ્રીમદ ભાગવત કથાનો રસપાન પારડી વાસીઓઍ કર્યો હતો. આ પ્રસંગે ભારતીય જનતા પારડીના વલસાડ જિલ્લાના મહામંત્રી કમલેશભાઈ પટેલ અને ઍમના પત્ની અનિતાબેન પટેલ ઉપસ્થિત રહ્નાં હતા.