Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

પારડી કેરી બજારમાં ગ્રાહકોની ચહલપહલ ગુંજી

પારડી કેરી બજારમાં ગ્રાહકોની ચહલપહલ ગુંજી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૨૬ ઃ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ઉનાળાની સિઝન જામતાની સાથે જ વિશ્વપ્રસિદ્ધ હાફુસ અને કેસર કેરીની બજારમાં ભારે માંગ જોવા મળી રહી છે. પારડી તાલુકાના વિવિધ ગ્રામીણ વિસ્તારમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો પોતાની ગુણવત્તાયુક્ત કેરીઓ લઈને પારડી ચાર રસ્તા ને.હા.નં. ૪૮ ના સર્વિસ રસ્તા પાસે આવેલી ઍપીઍમસી માર્કેટમાં ખેડૂતો કેરી લઈને પહોંચી રહ્ના છે પરંતુ ભાવ ઓછા હોવાના કારણે નુકસાની ઉઠાવી રહ્ના છે. હાલ રોહિણી નક્ષત્ર બેસતાની શરૂઆત થતાકેરી રસિયાઓને  ખાવાલાયક કેરી બજારમાં આવી રહી છે અત્યારે પ્રીમિયમ ક્વોલિટીની કેરીઓ મર્યાદિત પરંતુ સારી માત્રામાં આવી રહી છે જેને પગલે માર્કેટ યાર્ડ બહારથી આવતા વેપારીઓ અને ગ્રાહકોની ચહલપહલથી ગુંજી ઉઠ્યું છે.પારડી માર્કેટમા ખેડૂતના જણાવ્યા અનુસાર, ચાલુ સિઝનમાં સ્વાદપ્રિય નાગરિકો માટે બજારમાં વિવિધ જાતની કેરીઓની આવક શરૂ થઈ ગઈ છે. માર્કેટમાં વિવિધ જાતની કેરીઓના સરેરાશ બજાર ભાવ નીચે મુજબ રહ્ના છે. કેસર ૧૦૦૦ હાફૂસ ૯૦૦ દશેરી ૭૦૦ રાજાપુરી ૬૦૦ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા. આ વર્ષે બદલાતા હવામાન વચ્ચે પણ શરૂઆતી તબક્કે કેરીની ગુણવત્તા સારી જોવા મળી રહી છે. બજારમાં કેસર અને હાફુસની પ્રીમિયમ આવકને કારણે ખરીદદારોમાં ભારે ઉત્સાહ છે. જો કે, મર્યાદિત આવક હોય કારણે હાલ ભાવ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્ના છે. ગયા વર્ષ કરતા આવડશે ભાવ ઍકદમ ઉતરી જતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે અને નુકસાનમાં મુકાયા છે પલસાણાના જાણીતા ખેડુત હર્ષદભાઈઍ જણાવ્યું હતું કે, આ વર્ષે ભાવ ઓછા રહેતા ખેડૂતોને ખૂબ મોટો ફટકો પડ્યો છે અને નુકસાની ભોગવવા પડી છે. વળી તડકો સખત રહેતા કેરી પાકીને પડી રહે છે અને ભયંકર નુકસાન થઈ રહ્નાં છે. આગામી દિવસોમાં જેમ-જેમ મુખ્ય પાકની આવક વધશે,તેમ બજારમાં હજુ વધુ પ્રમાણમાં કેરીઓ ઠલવાય તેવી સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્ના છે. સ્થાનિક ખેડૂતો હાલ પોતાની વાડીઓમાંથી કેરી ઉતારવાની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે ત્યારે ભાવ નહી રહેતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે શરૂઆતના તબક્કામાં ભાવ રહ્ના બાદ તાત્કાલિક ભાવ ગગડી જતા ખેડૂતોને ભયંકર નુકસાન થયું છે જ્યારે વેપારીઓ ફાયદો મેળવી રહ્ના છે અને ફાયદામાં છે.

કેરીના ભાવો તળિયે બેસી જતાં ખેડૂતોને વીમા કવચ પુરુ પાડવા માંગ

 પારડી તાલુકાના પલસાણા ગામના અગ્રણી ખેડૂત હર્ષદભાઈ દેસાઈ ઍ આ કેરીની સિઝન અને ખેડૂતોની વર્તમાન સ્થિતિ અંગે  કેરીના ભાવોમાં ઘટાડો થતા ખેડૂતોની ચિંતા કરી હતી. તંત્રઍ કેરીના પાક ને નુકશાન થતું હોય તે બાબતે વીમા કવચ પૂરું પાડવા મીડિયા માધ્યમથી માંગ કરી હતી. નિષ્ણાંત ખેડૂત હર્ષદભાઈના જણાવ્યા અનુસાર, અત્યારે કેરીની સિઝન પૂરા જોશમાં ચાલી રહી છે, પરંતુ હાફુસ અને કેસર કેરીના ભાવો ખૂબ જ તળિયે બેસી ગયા છે. સામાન્ય રીતે બજારમાં અન્ય ફળો ૨૦૦ રૂપિયા કિલો મળતા હોય છે, જ્યારે રાષ્ટ્રીય ફળ હોવા છતાં હાફુસ કેરી ખૂબ જ નીચા ભાવે વેચાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે વલસાડ જિલ્લાનું અર્થતંત્ર પણ પ્રભાવિત થઈ રહ્નાં છે અને જગતનો તાત ગણાતો ખેડૂત આજે મુશ્કેલીમાં મુકાયો છે હાલ કેનિંગ ઉદ્યોગ અને વેપારીઓની મિલીભગતનો આક્ષેપ ભાવ ઘટાડા પાછળનું મુખ્ય કારણ દર્શાવતા નિષ્ણાંત ખેડૂત હર્ષદભાઈ દેસાઈઍ જણાવ્યું કે, વેપારીઓ, કેનિંગ ફેક્ટરીવાળાઓ અને બહારથી આવતા વેપારીઓ ભેગા મળીને ઍક સિન્ડિકેટ ટોળકી ચલાવી રહ્ના છે, જેના કારણે ખેડૂતોને લૂંટવામાં આવી રહ્ના છે. 

હાફુસ અને કેસર કેરી માટે મળવાપાત્ર લઘુત્તમ ભાવો ખેડૂતોને મળી રહ્ના નથી. ખેડૂતો દ્વારા ઍપીઍમસી ખ્ભ્પ્ઘ્ ના હોદ્દેદારો અને વેપારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં તેમની વાત સાંભળવામાં આવતી નથી. તેથી હર્ષદભાઈઍ તમામ ખેડૂતોને સંગઠિત થઈને આ પરિસ્થિતિ સામે લડવા માટે અપીલ કરી છે. તેમણે સરકારના પ્રતિનિધિઓને પણ આ બાબતમાં હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે, જેથી કરીને કેરી પાકને ઍમઍસપી પ્લ્ભ્ અથવા પાક વીમા યોજના હેઠળ આવરી શકાય. જો આ દિશામાં યોગ્ય પગલાં નહીં લેવાય, તો ભવિષ્યમાં હાફુસ અને કેસર કેરીની ખેતીનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે.