સુલપડમાં જેઠે નાના ભાઈની વહુનો ખભો ભાંગી નાખ્યો
- byDamanganga Times
- 26 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ વાપી ભડકમોરા મોટી સુલપડમાં વાસણ માંજવા મુદ્દે જેઠે વહુને લાકડાના ફટકા મારી ખભો ભાંગી નાખ્યાની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વાપી ભડકમોરા મોટી સુલપડમાં જલારામ ચોક સામે રહેતાં ઇન્દુબેન અશોક ભાઈ કોળી પટેલ ગત રાત્રે પોતાના ઘર આગળ વાસણ માંજતી હતી ત્યારે બાજુના ઘરે માંથી તેમનો જેઠ રમેશ નારણભાઈ પટેલ આવી ચઢી અમારા આંગણામાં કેમ વાસણ માંજે છે. કહી ઝગડો કરી ઘરમાંથી લાકડી લઇ આવી ફટકા મારતા ઇન્દુબેનનો ખભો ભાંગી ગયો હતો. બૂમાબૂમ થતાં તેમનો પતિ પણ આવી ગયો હતો. ઘટનાની જાણ તેમની દીકરી જમાઈ ને થતાં તેઓ પણ આવી પહોંચ્યા હતા અને ઇન્દુ બેનને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ફેક્ચર હોય સારવાર શરૂ કરી હતી. ઘટના અંગે તેમણે હોસ્પિટલના બીછાને થી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
