Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

બગવાડા ટોલનાકેથી રૂ. ૧૦ લાખથી વધુનો દારૂ ઝડપાયો

બગવાડા ટોલનાકેથી રૂ. ૧૦ લાખથી વધુનો દારૂ ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 પારડી, તા. ૨૫ ઃ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઍલસીબી દ્વારા પારડી ના બગવાડા ટોલનાકા નજીક નેશનલ હાઇવે-૪૮ પર અલગ-અલગ કાર્યવાહીમાં દારૂની હેરાફેરી કરતા વાહનો ઝડપી પાડીને કુલ ૧૦ લાખથી વધુનો દારૂ તથા ૮૪ લાખથી વધુનો મુદ્દામાલ જ કરવામાં આવ્યો હતો. ઍક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.

પ્રથમ બનાવમાં ઍલસીબીઍે જ્બ્ય્ઘ્ચ્ ટેમ્પો ટ્રાવેલ્સ નં. ઝ઼ઝ઼-૦૩-મ્-૨૨૯૫માંથી  રૂ. ૨,૬૪,૩૮૪ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના ૩૮ બોક્સ તથા રૂ. ૫ લાખની ટેમ્પો ટ્રાવેલ્સ સહિત કુલ ૭,૬૪,૩૮૪નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં ટેમ્પાની નંબર પ્લેટ ખોટી અને ઍ ટેમ્પો વડોદરાના ઈસમનો જણાયો હતો.

જયારે બીજા બનાવમાં ટાટા કન્ટેનર નં. ણ્ય્-૫૫-ખ્ળ્-૧૮૧૪ માં ટ્રાન્સપોર્ટના માલસામાનની આડમાં સંતાડીને રાખેલ ૫૦ બોકસમાં. રૂ.૩,૩૪,૬૮૦નો  ભારતીય બનાવટનો વિદેશી દારૂ, વ્હિસ્કી, બિયર અને વોડકાનો જથ્થો મળી આવ્યો હતો. 

પોલીસે કન્ટેનર અને ટ્રાન્સપોર્ટનો માલ - સામાન વગેર મળી કુલ ૭૬,૩૬,૫૦૬નો મુદ્દામાલ જ કરી ચાલકની ધરપકડ કરી હતી. ઍણે રાજસ્થાનના જાન મહોમદ નામના વ્યક્તિઍ દમણથી દારૂ ભરાવી આગળ પહોંચાડવા બદલ ૨૦ હજાર આપવાની વાત કરી હોવાનું જણાવ્યું હતું.

આ બંને બનાવોમાં પોલીસે પ્રોહિબિશન ઍક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.