Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપી ચાર રસ્તા કન્ઝ્યુમર મર્ચન્ટ ઍસો. દ્વારા ટ્રાફિક ઍવરનેસ કાર્યક્રમ યોજાયો

વાપી ચાર રસ્તા કન્ઝ્યુમર મર્ચન્ટ ઍસો. દ્વારા ટ્રાફિક ઍવરનેસ કાર્યક્રમ યોજાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૫ ઃ વાપી જીઆઇડીસી ચાર રસ્તા ખાતે આવેલ કન્ઝ્યુમર મર્ચન્ટ ઍસોસિઍશન માં યોજાયેલા લોક દરબાર દરમ્યાન ટ્રાફિક પોલીસ વિભાગના પીઆઇ દ્વારા વેપારીઓ સહયોગ આપે અને પોતાની દુકાનની બહાર માલ સમાન બહાર ન લગાવે તેમજ બપોરના સમયે ડિસ્ટ્રીબ્યુટર ના વાહનો માર્કેટમાં આવે તેવી વ્યવસ્થા કરવી જરૂરી તેમજ માર્કેટમાં શક્ય હોય તો સિક્યુરિટી ગાર્ડ અને વોચમેનની વ્યવસ્થા કરવી જરૂરી વાપી જીઆઇડીસી ના ચાર રસ્તા ખાતે આવેલ કચ્છી માર્કેટ ઍટલે કે વાપી ચાર રસ્તા કન્ઝ્યુમર મર્ચન્ટ ઍસોસિઍશનના ઉપક્રમે વાપીમાં ટ્રાફિકની સમસ્યા તેમજ રસ્તાની આજુબાજુમાં માલ ડીલેવરી કરવા આવતા વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા તથા ઈ મેમો આપવામાં આવે છે જે અંગે ટ્રાફિકની સમસ્યાની સમજણ માટે આજે કચ્છી માર્કેટ ખાતે પોલીસ લોકદરબાર નું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા વાપી ટ્રાફિક પોલીસ વિભાગના પીઆઈ ડી વી કાલાણી દ્વારા ઉપસ્થિત રહેલા વેપારી ઍસોસિઍશનના સભ્યો તેમ જ હોદ્દેદારોને જણાવ્યું હતું કે, અહીં આવેલી તમામ દુકાનના વેપારીઓ તેમજ વાપી ટાઉન વિસ્તારના વેપારીઓ પોતાનો માલ સામાન દુકાનમાં હોય તેનાથી અડધો માલ બહાર ફૂટપાથ પર અને દુકાનની બહાર લગાવવામાં આવે છે જેને લઇ ટ્રાફિકની સમસ્યા તેમ જ બોર્ડ પણ બહાર લગાવે છે. જે અંગે વેપારીઍ પોતે જ ાગૃત થઈ આ કાર્ય ન કરવું જોઈઍ તેમજ માર્કેટમાં પીકપ ઓવર સમયમાં ટ્રાફિકની સમસ્યા હોય તે સમયે ડિસ્ટ્રીબ્યુટર વાહન જેવા કે ટેમ્પો ટ્રક છોટા હાથી ઍ ન લાવવો પરંતુ બપોરના સમયે ઍટલે કે, બે થી ચાર ના સમયગાળા દરમિયાન માર્કેટમાં ગ્રાહકોની અવરજવર ઓછી હોય તેવા સમયે ડિસ્ટ્રીબ્યુટરના વાહનો આવે જે અંગે વેપારીઓઍ સંકલન કરી સહયોગ આપવો પડશે અને જો તેઓ રસ્તાની આજુબાજુમાં વાહન ર્પાકિંગ કરવામાં આવશે તો ટ્રાફિકના નિયમોનું પાલન પણ કરાવવું પડશે સાથે માર્કેટમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો માલ સામાન ખરીદી કરવા આવતા ગ્રાહકોઍ પોતાના વાહન રસ્તાની આજુબાજુ ગમે ત્યાં ન મુકવા પરંતુ જ્યાં વહન પાર્ક થતા હોય અને અડચણરૂપ ન આવે તેવા સ્થળે જ પાર્ક કરવા જરૂરી છે. આજના આ કાર્યક્રમમાં કચ્છી માર્કેટ ઍસોસિઍશનના હોદ્દેદારો તેમજ કનૈયાભાઈ માલી ખેરાજભાઈ ભાનુશાલી અવિનાશ ઉઠે બાબુ ગોડાં સુભાષભાઈ ભાનુશાલી પ્રવીણભાઈ તેમજ અન્ય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં દુકાનદારો ઉપસ્થિત રહ્ના હતા.