Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપી ટાઉન અને ઉ.ન. પોલીસની સીમા બદલાઈ ઃ લોકો અજાણ, જાહેરનામું જરુરી

વાપી ટાઉન અને ઉ.ન. પોલીસની સીમા બદલાઈ ઃ લોકો અજાણ, જાહેરનામું જરુરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૫ ઃ વાપી ટાઉન અને ઉદ્યોગ નગર પોલીસ મથકની સીમાઓમાં ફેરફાર થયો લોકોને જાગૃત કરવા પોલીસ વિભાગે જાહેરનામું બહાર પાડવાની જરૂર છે. 

આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસથી વાપી ટાઉન પોલીસ મથક અને વાપી ઉદ્યોગ નગર પોલીસ મથક ની હદમાં આવતા કેટલાક વિસ્તારને વાપી ટાઉન પોલીસ મથકની હદમાં અને વાપી ઉદ્યોગ નગર પોલીસ મથક ની હદ નો કેટલોક ભાગને વાપી ટાઉન પોલીસ મથકની હદમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગે જાણવા મળ્યા મુજબ વાપી ટાઉન પોલીસ મથકની હદમાં આવતો જીઆઇડીસી વિસ્તારને લાગુ ઍવો ભડક મોરા મોટી અને નાની શૂલપળ ના વિસ્તારને તેમજ વાપી જીઆઇડીસી ચાર રસ્તા નેશનલ હાઇવે નંબર ૪૮ ની આજુબાજુમાં આવેલ વિસ્તારને વાપી ઉદ્યોગ નગર પોલીસ મથકની હદમાં સમાવેશ કરાયો છે જ્યારે નેશનલ હાઇવે નંબર ૪૮ ની વાપી ટાઉન વિસ્તાર ઍટલે કે જીઆઇડીસી ચાર રસ્તા કચ્છી માર્કેટ વાઈબ્રેન્ટ શાકભાજી માર્કેટ વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તેમજ સીઈટીપી પ્લાન પાછળના દમણ ગંગા નદી કિનારેનો વિસ્તારને વાપી ટાઉન પોલીસ મથકમાં સમાવેશ કરાયો હોવાનું જાણવા મળી રહ્નાં છે. જોકે આ અંગે નો જીઆર પોલીસ વિભાગ દ્વારા લગભગ ઍક થી દોઢ મહિનો પહેલા જ આવી ગયો અને તેનો અમલ પણ થયો છે પરંતુ કેટલાક લોકોને આ વાપી ટાઉન અને વાપી ઉદ્યોગ નગર પોલીસ મથકની હદ અંગેની જાણ નહીં હોય જે અંગે તાત્કાલિક વલસાડ જિલ્લા પોલીસ વિભાગ અને વાપીના પોલીસ વિભાગ દ્વારા લોકોને જાગૃત કરવા માટે પોલીસ મથકની હદ અંગેનું જાહેરનામું બહાર પાડી જાણકારી આપવી જરૂરી છે.