સલવાવના ૬૭ વર્ષીય કાંતિ ભંડારીઍ ઉત્તરાખંડમાં ૮ કઠિન હિમાલય ટ્રેક પૂર્ણ કર્યા
- byDamanganga Times
- 26 May, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૫ ઃ વાપી સલવાવના ૬૭ વર્ષીય પંચકૈલાસી તરીકે ઓળખાતા કાંતિભાઈ ભંડારી ફરી ઍકવાર પોતાની સાહસિકતા અને અદમ્ય મનોબળનો પરિચય આપતા ઉત્તરાખંડના દુર્ગમ હિમાલયી વિસ્તારોમાં આઠ કઠિન ટ્રેક માત્ર આઠ દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. સતત બદલાતા હવામાન, ભારે પવન, વરસાદ, હિમવર્ષા અને રાત્રિના સમયે ૦જીઘ્થી -૨જીઘ્ જેટલા કડકડતા તાપમાન વચ્ચે આ અભિયાન પૂર્ણ કરી તેમણે યુવા પેઢી માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પ્રા વિગત મુજબ વાપી નજીકના સલવાવ ગામના મૂળ વતની અને હાલમાં વાપી ચલા ખાતે રહેતા કાંતિભાઈ ઍચ ભંડારી સમગ્ર ગુજરાત દેશમાં જાણીતા નેશનલ સાયકલિસ્ટ, પર્વતારોહક અને દોડવીર તરીકે ઓળખાય છે. તેઓ નર્મદા પરિક્રમા જેવી આધ્યાત્મિક અને સાહસિક યાત્રા પણ પૂર્ણ કરી ચૂક્યા છે. તેમની વિવિધ સિદ્ધિઓ બદલ તેમને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તથા વર્લ્ડ રેકોર્ડ બુક માં સ્થાન પણ પ્રા થયું છે. હવે ઉત્તરાખંડના જોખમી ટ્રેક પૂર્ણ કરી તેમણે પોતાની સિદ્ધિઓમાં વધુ ઍક ગૌરવપૂર્ણ અધ્યાય ઉમેર્યો છે.
આ સમગ્ર ટ્રેકિંગ અભિયાન દરમિયાન કાંતિભાઈ ભંડારી બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક વિના ટેન્ટમાં રહી પ્રકૃતિની નજીક જીવન જીવવાનો અનોખો અનુભવ કર્યો હતો. હિમાલયની ગોદમાં કુદરતી સૌંદર્ય, બરફાચ્છાદિત પર્વતો અને પડકારજનક માર્ગો વચ્ચે તેમણે દરેક ક્ષણને ઉત્સાહપૂર્વક માણી હતી. તેઓના જણાવ્યા મુજબ વહેલી સવારના સાતથી દસ વાગ્યા સુધી ભરે તડકો અને તાપ ત્યારબાદ ૧૧ થી સાંજે સાંજ સુધી ભારે પવન અને રાત્રે સાતથી દસ વાગ્યા સુધી વરસાદનું આગમન થાય છે અને ત્યારબાદ બરફ વહેલી સવાર સુધી પડતો રહે છે જેને લઇ તેઓને ઍક જ દિવસમાં માત્ર ૨૪ કલાકમાં ચાર ઋતુ નો અનુભવ પણ થાય છે જેવો આ કઠિન ટ્રેકિંગ યાત્રા દરમિયાન અનેક અનુભવો અનુભવ્યા છે જે તેમના જીવનમાં ઍક અનોખો પ્રસંગ પણ બન્યો છે.
કાંતિભાઈ ભંડારી પૂર્ણ કરેલા ટ્રેકમાં નંદા દેવી બેઝ કેમ્પનો સમાવેશ થાય છે, જે આશરે ૧૪ હજાર ફૂટની ઊંચાઈ પર આવેલ છે અને ભારતના બીજા સૌથી ઊંચા શિખર નંદા દેવીની નજીક આવેલ મહત્વપૂર્ણ સ્થળ માનવામાં આવે છે. ઉપરાંત બાન કટિયા (૧૩,૫૦૦ ફૂટ), મિલાન ગ્લેશિયર (૧૩,૦૦૦ ફૂટ), બરફુ, ગાંગર, લાપસા અને કુમારી માતા જેવા કઠિન ટ્રેક પણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતાં.
૬૭ વર્ષની વયે પણ કાંતિભાઈ ભંડારી ની સાહસિકતા, શારીરિક તંદુરસ્તી અને આત્મવિશ્વાસ અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેમની આ સિદ્ધિ વાપી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ગૌરવની બાબત બની છે. સાથે તેઓઍ વાપી સલવાવ ગામ અને ભંડારી સમાજને પણ ગૌરવ અપાવ્યું છે.
કાંતિભાઈ ભંડારી દ્વારા તેમની આ સિદ્ધિ તેઓની નિવૃત્તિ બાદ ૨૦૧૭ના સપ્ટેમ્બર માસથી શરૂ કરેલા માત્ર નવ વર્ષના ગાળા દરમિયાન દેશ વિદેશના ૪૬ જેટલા કઠિન ટ્રેકિંગ શિખરો જેમાં આફ્રિકાનું કિલીમાંજરો નેપાળ લેહલદાખ જેવાજ હાસલ કરી છે. જેમાં સાયકલિંગ નર્મદા પરિક્રમા કૈલાસ માન સરોવર તેમજ ઉપરોક્ત સિદ્ધિ હાસલ કરી છે.
