આજે વિશ્વમાં ગાંધી વિચાર આદર્શ નહીં પણ જરુરીયાત બન્યા છે : પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયા
- byDamanganga Times
- 26 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ વાપીમાં મેરિલ ઍકેડેમી ખાતે વલસાડ-નવસારી અને ડાંગ જિલ્લા તથા સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ગાંધી વિચાર પ્રચારનું કાર્ય કરવા સાથે ગાંધીમેળાના વર્ષો વર્ષ ભવ્ય આયોજન કરતાં રહેલા ગાંધી વિચાર પ્રચાર ટ્રસ્ટની પ્રવૃત્તિના ૨૦ વર્ષ નિમિત્તે તથા વાર્ષિક સાધારણ સભા યોજવા સાથે આગામી ગાંધી મેળાના સ્થળ અને આયોજન બાબતે ઍક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ પાછલાં ૨૦ વર્ષોમાં સમગ્ર પંથકમાં ગાંધીમેળા અને ગાંધી વિચારને આગળ વધારવામાં બહુમુલ્ય યોગદાન આપનાર વ્યકિતઅો અને સંસ્થાઅોનું ઋણસ્વીકાર તથા અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધી વિચાર પ્રચાર ટ્રસ્ટના ધર્મેશ નાયકે સૌને આવકાર આપી આ બેઠક અને અભિવાદન સમારોહની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. ત્યારબાદ મહામંત્રી નટુભાઈ ઍમ. નાયકે (જલાલપોર) વિસ્તૃત રીતે ટ્રસ્ટની બેદાયકાની કામગીરીની ઝલક રજુ કરી ઍના ઉતાર-ચઢાવ અને ઍમાં પડખે રહેનારાઅોને કૃતજ્ઞતાપૂર્વક યાદ કર્યા હતાં તથા ટ્રસ્ટના ઍજન્ડાના કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી અને આગામી સુચિત ગાંધીમેળો ઉનાઈ મુકામે યોજવાનું વિચારાયું હતું. ત્યારબાદ આ પ્રવૃત્તિને હંમેશ માટે ટેકો અને પ્રોત્સાહન આપતા રહેલા ટ્રસ્ટના પ્રમુખ વાપીના ગાંધીવાદી ઉદ્યોગપતિ - સમાજ સેવક પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયાનું ટ્રસ્ટના ઉપસ્થિત સર્વે મહાનુભાવોઍ શાલ અને સ્મૃતિ ચિન્હ થકી ઋણસ્વીકાર કર્યો હતો. ટ્રસ્ટના ઉપપ્રમુખ તથા વિશ્વ વિખ્યાત ઔદ્યોગિક સંકુલ અતુલના શ્રીમતી વિમળાબેન ઍસ. લાલભાઈ, ટ્રસ્ટની પ્રવૃત્તિમાં હંમેશા સહકાર આપનારા આલીપોરની વસુધરા ડેરીના ચેરમેનશ્રી રાજેશભાઈ પટેલ (રાજાભાઈ) નું સન્માન કરવામાં આવ્યું હતું. વાપીમાં દરેક ગાંધી મેળાના આયોજનમાં મદદરૂપ થનાર અને અજીત નગરનું મેદાન ઉપલબ્ધ કરાનાર ગુલાબ મુળચંદ શાહ પરિવાર તથા કોસના ડાહ્નાભાઈ મંડપવાળાના પરિવારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં ટ્રસ્ટના પ્રમુખ ગફુરભાઈ બિલખિયાઍ ગાંધી વિચારની આજના સમયમાં જરુરીયાત દર્શાવી હતી અને ટ્રસ્ટની પ્રવૃત્તિ સતત વિકસતી રહેવી જાઈઍ ઍવી ભાવના વ્યકત કરી હતી. તેમણે ઉમર્યુ હતું કે આજે વિશ્વમાં ગાંધી વિચાર આદર્શ નહીં પણ જરુરીયાત બન્યા છે.
આ દ્વિદશાબ્દીની ઉજવણી નિમિત્તે યોજાયેલી સભા અને ઋણસ્વીકાર કાર્યક્રમમાં હેમંત મનુભાઈ દેસાઈ (કચીગામ), રણજીત દેસાઈ (છાપરા), સલીમભાઈ ઍફ. પટેલ (આલીપોર), અનિલભાઈ નાયક (અમલસાડ), વનરાજ નાયક (ડાંગ), વનપંડિત અનુપસિંહ સોલંકી (વાંસદા), હરેશભાઈ યાજ્ઞિક (વલસાડ), ડો. કાળુભાઈ ડાંગર (દાંડી સોલ્ટ સત્યાગ્રહ સ્મારક), શંકર બિરારી (ચૌîઢા) સહિત ગાંધી વિચાર પ્રચાર ટ્રસ્ટના અગ્રણીઅો અને સભ્યો તથા મા ફાઉન્ડેશનના સીઈઅો અમિતભાઈ મહેતા, દમણગંગા ટાઈમ્સના નિવાસીતંત્રી વિકાસ ઉપાધ્યાય સહિત અનેક આમંત્રિતો ઉપસ્થિત રહ્ના હતાં.
