અતુલમાં ઇનામ વિતરણ કરાયું
- byDamanganga Times
- 26 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૫ ઃ અતુલ માં ઉલ્હાસ જીમખાના આયોજિત ઇન્ટર ડિવિઝન ક્રીકેટ ટુર્નામેન્ટ (ખ્ભ્ન્ – ૧૬)ની માહિતી આપતા ઉલ્હાસ જીમખાના વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન રમાયેલ વિવિધ રમતોનું ઇનામ વિતરણ અતુલ લિમીટેડ કંપનીથી પધારેલ મહાનુભાવો વિવેક ગદરે પ્રેસિડેન્ટ ઉલ્હાસ જીમખાના જનરલ સેકેટરી જે.ડી .પટેલ, સુનીલ જોષી, નરેન્દ્ર તલરેજા, આસિફ સાહીર તથા મુખ્ય અતિથી તરીકે પધારેલ લાલભાઈ પરિવારના સદસ્ય આસ્થાબેન લાલભાઈ, ચિરંજીવી સારા અને સંભવ નાં શુભ હસ્તે વિજેતા /ઉપવિજેતા ખેલાડીઓને તથા ટીમોને રોકડ પુરુસ્કાર તથા ટ્રોફીઓ ઍનાયત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ ની વિશેષ માહિતી આપતા જે. ડી પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર અતુલ ડીવીઝન/યુનિટ માંથી ૫૩ જેટલી ક્રિકેટ ટીમોઍ ભાગ લીધો હતો. જેમાં ટોટલ ૮૪૮ ખેલાડીઓ રમ્યા હતા. તા. ૧૬/૧૧/૨૦૨૫ થી ૧૭/૦૫/૨૦૨૬ સુધી ચાલેલ આ ટુર્નામેન્ટ પૈકી ફાયનલ મેચ સલ્ફર બ્લેક(મનોજ પટેલ) ની ટીમ વિરુધ્ધ ટીમ ભ્ણ્ (અનીલ પટેલ)ની ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં ટીમ ભ્ણ્ નો વિજય થયો હતો. ત્રીજા સ્થાને સી.પી.પાવર હીટર(કેયુર પટેલ)ની ટીમ આવી હતી. આ ટુર્નામેન્ટમાં વિજેતા/ઉપવિજેતા ટીમોને, ફાયનલ મેચમાં સારો દેખાવ કરનાર, તથા અન્ય ટુર્નામેન્ટમાં ઉચ્ચ દેખાવ કરનાર ખેલાડીઓને પધારેલ અતિથીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અંતમાં ઉદ્ઘાટન તેમજ ઇનામ વિતરણ સમાંરભમાં હાજર રહેનાર મહાનુભવોનો, ટુર્નામેન્ટને સફળ બનાવવામાં જેમનું વધુ યોગદાન રહ્નાં હોય ઍવા, ગ્રાઉન્ડમેન, અમ્પાયરભાઈઓ, સ્કોરરભાઈઓ, કોમેન્ટેટર ભાઈઓ, રેફરી તથા લાઈનમેનો, ઉલ્હાસ ચ્હૃફૂણૂ્યદ્દજ્ઞ્રુફૂ કમિટી, ખ્ભ્ન્ કમિટી, આ ટુર્નામેન્ટ ને લાઈવ ટેલીકાસ્ટ કરનાર મેઘા લાઈવ સ્ટુડીયોનાં પ્રતિનિધિઓ, ટીનું સાઉન્ડ સિસ્ટમના પ્રતિનિધિ, ઉલ્હાસ જીમખાનાની સ્પોર્ટસ ઍક્ટીવીટીને આમ જનતા સુધી લઇ જવા માટે પત્રકાર તથા મીડિયાનો તેમજ જીમખાનાની તમામ ઍક્ટીવીટી માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસીલીટી પૂરી પાડનાર અતુલ મેનજમેન્ટનો જે.ડી, પટેલે અંત કરણ પૂર્વક આભાર માન્યો હતો.
