Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડમાં ‘શ્રીમદ્ ભાગવત જ્ઞાન રસાકૃત’ અને ‘શ્રી વિષ્ણુ યજ્ઞ’ યોજાશે

વલસાડમાં ‘શ્રીમદ્ ભાગવત જ્ઞાન રસાકૃત’ અને ‘શ્રી વિષ્ણુ યજ્ઞ’ યોજાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૫ ઃ  અધિક માસ નિમિત્તે વલસાડના કંસારા જ્ઞાતિ માતાજી મંદિર ટ્રસ્ટ અને શ્રી વલસાડ કંસારા સમસ્ત પંચ દ્વારા શ્રી કાળીકા-અંબા માતાજી મંદિરના પટાંગણમાં સાાહિક ‘શ્રીમદ્ ભાગવત જ્ઞાન રસાકૃત’ કથા તથા ‘શ્રી વિષ્ણુ યજ્ઞ’ નું  ભવ્ય ધાર્મિક મહોત્સવનું સુંદર આયોજન તારીખ ૨૮  મે થી  ૩ જૂન  સુધી   કરવામાં આવ્યું છે.  પવિત્ર અદિક માસ ઍટલે કે પુરુષોત્તમ માસના પાવન અવસરે વલસાડના કંસારા  જ્ઞાતિ માતાજી મંદિર ટ્રસ્ટ અને શ્રી વલસાડ કંસારા સમસ્ત પંચ દ્વારા ઍક ભવ્ય ધાર્મિક મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શ્રી કાળીકા-અંબા માતાજી મંદિરના પટાંગણમાં સાાહિક ‘શ્રીમદ્ ભાગવત જ્ઞાન રસાકૃત’ કથા તથા ‘શ્રી વિષ્ણુ યજ્ઞ’ યોજાવા જઈ રહ્ના છે. આ ધાર્મિક ઉત્સવને લઈને વલસાડ અને આસપાસના પંથકના ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્ના છે. આ કથા મહોત્સવનો શુભારંભ તા. ૨૮-૦૫-૨૦૨૬ ના ગુરૂવારના રોજ   રોજ સવારે ૧૦ૅં૧૫ કલાકે ભવ્ય ‘પોથી શોભાયાત્રા’ સાથે થશે. પોથીના યજમાન શ્રી વિકાંતભાઈ ધનસુખલાલ કંસારાના નિવાસસ્થાન (ફલેટ નંબર-૫૦૨, વૈકુંઠ રેસીડેન્સી-બી, રામજી ટેકરા, વલસાડ) થી આ શોભાયાત્રા નીકળીને કથા સ્થળ શ્રી કાળીકા-અંબા માતાજી મંદિર, ગોલવાડ, વલસાડના પટાંગણમાં વાજતે-ગાજતે પહોંચશે. વક્તા પૂજ્ય શ્રી મનોજચંદ્ર શાસ્ત્રીજી મહારાજ (અવાખલવાળા) પોતાના મુખેથી ભક્તોને સંગીતમય શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન ઉજવાનારા મુખ્ય ઉત્સવમાં શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ  ગોવર્ધન પર્વત,  રવિવાર, તા. ૩૧-૦૫-૨૦૨૬ સોમવાર, તા. ૦૧-૦૬-૨૦૨૬ રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ મંગળવાર, તા. ૦૨-૦૬-૨૦૨૬ કથા સમય  દરરોજ સાંજે ૪ઃ૦૦ થી ૭ઃ૦૦ કલાક સુધી. બુધવાર, તા. ૦૩-૦૬-૨૦૨૬ (બપોરે ૩ઃ૦૦ થી ૫ઃ૦૦ કલાકે બુધવાર, તા. ૦૩-૦૬-૨૦૨૬ ના રોજ સાંજે ૭ઃ૦૦ કલાકે ભવ્ય ભંડારા અને મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે. દરરોજ સવારે યોજાશે ‘શ્રી વિષ્ણુ યજ્ઞ’ કથાની સાથે-સાથે આધ્યાત્મિક શુદ્ધિ માટે આચાર્ય શ્રી રાકેશભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ દરરોજ સવારે ૮ઃ૩૦ થી ૧૦ઃ૩૦ કલાક દરમિયાન પવિત્ર ‘શ્રી વિષ્ણુ યજ્ઞ’ નું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ આપવામાં આવશે. વિશેષ અતિથિઓ આ ધાર્મિક મહોત્સવમાં અનેક મહાનુભાવો અને સંતોમાં   મહંતશ્રી દિનેશ ગિરીબાપુ (ગાદીપતિ - કુબેર ભંડારી)  શ્રી હર્ષદભાઈ પંડ્યા (સીનીયર ઍડવોકેટ, સુરત અને પબ્લિક ટ્રસ્ટ નિષ્ણાંત) દીપકભાઈ કટારીયા (ફાઉન્ડર ટ્રસ્ટી - અનેરાધામ, ડુંગરી) હેમંતભાઈ કંસારા (પ્રમુખ, વલસાડ જિલ્લા ભાજપ) વિશેષ ઉપસ્થિત રહેશે. આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે શ્રી કંસારા જ્ઞાતિ માતાજી મંદિર ટ્રસ્ટ, શ્રી વલસાડ કંસારા સમસ્ત પંચ, કંસારા મહિલા મંડળ, યુથ ક્લબ અને કેળવણી મંડળના ટ્રસ્ટીઓ તેમજ કાર્યવાહક સમિતિ ભારે જહેમત ઉઠાવી રહી છે. 

આયોજકો દ્વારા વલસાડ નગરના તમામ ધર્મપ્રેમી જનતાને આ ભક્તિમય મહોત્સવનો સહપરિવાર લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.