Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડમાં સમર કેમ્પનો પ્રારંભ

વલસાડમાં સમર કેમ્પનો પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ)

વલસાડ, તા. ૨૫ ઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે આયોજિત સમર કેમ્પના ઉદ્ઘાટન સમારંભ ગુજરાત સંગઠનના પ્રદેશ મંત્રી અને વલસાડ પાલિકાના પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકીના અધ્યક્ષસ્થાને વલસાડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયો હતો. આ સમર કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો મોબાઈલથી દૂર રહે તે માટેનો છે. બાળકોમાં શારીરિક અને માનસિક તંદુરસ્તી વધે અને સારા સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન પિરસાઈ રહ્ના છે. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ તરફથી દરેક બાળકોને હાથથી બનાવેલા ઍનર્જી ડ્રીંકની વ્યવસ્થા કરાઈ છે અને યોગની પુસ્તક અને ચિત્રપોથી પણ આપવામાં આવી છે. ૧૫ દિવસનો કેમ્પ પૂર્ણ થયા પછી દરેક બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ નિઃશુલ્ક કેમ્પમાં બાળકોને યોગ, પ્રાણાયામ, ધ્યાન, ટ્રાફિક નિયમો, સેલ્ફ ડિફેન્સ, મેમરી પાવર ગેમ્સ અને પરંપરાગત રમત રમાડવામાં આવી રહી છે.  કેમ્પના મુખ્ય સંચાલન હેમાક્ષી બાગુલકર, સહ સંચાલક મુકેશ પટેલ અને દીપા ભોંસલે કરી રહ્ના છે. કેમ્પ દરમિયાન જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્ણવ માર્ગદર્શન આપી રહ્ના છે. આ પ્રંસગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે, નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ પ્રવિણાબેન પટેલ, ઉપપ્રમુખ નીલમબેન તોમર, નગરપાલિકા ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા, શાસક પક્ષના નેતા અલકાબેન દેસાઈ હાજર રહ્ના હતા.