વલસાડ રણભૂમિ અને નવચેતન ધોડિયા સમાજ દ્વારા વિદ્યાર્થીનું સન્માન કરાયું
- byDamanganga Times
- 26 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૫ ઃ રણભૂમિ વલસાડ તેમજ નવચેતન ધોડિયા સમાજ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વલસાડ જિલ્લાના ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડના ટોપ ટેન જિલ્લાના ૧૦ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ વલસાડના ધોડિયા સમાજ વાડીમાં સંપન્ન થયો હતો. રણભૂમિ તેમજ નવચેતન ધોડિયા સમાજ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વલસાડ ધરમપુર રોડ પર આવેલ શ્રી ધોડિયા સમાજ વાડીમાં વલસાડ જિલ્લાના ધોરણ ૧૦ અમે ૧૨ બોર્ડના જિલ્લામાં ટોપ ૧૦ વિધાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો, પૂજ્ય શિવજી મહારાજ, ભીડભંજન મહાદેવ મંદિર,વલસાડ ધોડિયા સમાજ પ્રમુખ સુમનભાઈ કેડારીયા, નિવૃત જિલ્લા શિક્ષણ અધિકારી ભુસારા, મહિલા પતંજલિ યોગ સમિતિ દક્ષિણ ગુજરાતના રાજ્ય પ્રભારી તનુજાબેન આર્ય, રણભૂમિ વલસાડના પ્રમુખ કેયુરભાઈ પટેલ, મંત્રી શૈલેષભાઈ પટેલ તેમજ આમંત્રિત મહેમાનો દ્વારા દીવ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી, આ પ્રસંગે શિવજી મહારાજ દ્વારા વલસાડ જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિધાર્થી મિત્રોને આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ આમંત્રિત મહેમાનોના હસ્તે ખેસ પહેરાવી સ્મૃતિભેટ આપી સન્માનિત કર્યા હતા, સમગ્ર કાર્યક્રમમાં મંચ સંચાલન નિલેશ કોસીયા દ્વારા કરવામાં આવ્યું સહયોગી વકીલ મયુરભાઈ પટેલ રહ્ના હતા, વિધાર્થી સન્માન કાર્યક્રમને સફળ બનાવનાર ઉપસ્થિત તમામ વિધાર્થી મિત્રો વાલીમિત્રો તેમજ સહયોગી ભાઈ બહેનોનો રણભૂમિ વલસાડના પ્રમુખ કેયુરભાઇ પટેલ દ્વારા આભાર વ્યકત કરાયો હતો, અંતે સૌ સાથે રાષ્ટ્રીય ગીત તેમજ પ્રીતિ ભોજન લીધા કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
