Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડમાં પાલિકાની ‘અદ્ભુત’ કામગીરીથી લોકોમાં હાસ્યસ્પદ

વલસાડમાં પાલિકાની ‘અદ્ભુત’ કામગીરીથી લોકોમાં હાસ્યસ્પદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૫ ઃ  ચોમાસાના આગમને હવે ગણતરીના દિવસો બાકી રહ્ના ત્યારે નગરપાલિકા દ્વારા વલસાડ શહેરના કેટલાક વિસ્તારોમાં ડામોર રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરતાં શહેરીજનોમાં હાસ્યસ્પદ બની રહ્નાં છે.

ચોમાસાના આગમનને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્ના છે, ત્યારે વલસાડ નગરપાલિકા અચાનક સફાળી જાગી હોય તેમ શહેરના કેટલાક વિસ્તારોમાં ઉતાવળે ડામર રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે ચોમાસા પહેલા પ્રી-મોન્સૂન કામગીરી તરીકે નાળા સફાઈ અને રસ્તાના થીગડા મારવાના હોય, તેના બદલે ભરઉનાળાના અંતે અને વરસાદના માથે આખો નવો રોડ બનાવવાની આ કામગીરી જોઈને સ્થાનિકોમાં આડ્ઢર્ય સાથે હાસ્યસ્પદ બની છે. છેલ્લા કેટલાય મહિનાઓથી બિસ્માર હાલતમાં પડેલા રસ્તાઓ તરફ પાલિકાઍ ડોકિયું પણ કર્યું ન હતું. હવે જ્યારે ચોમાસાના સત્તાવાર પ્રારંભને ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડામર રોડ પાથરવાનું મુહૂર્ત કઢાયું છે. પહેલો જ ધોધમાર વરસાદ આ નવા નકોર ડામર રસ્તાને પોતાની સાથે વહાવી જશે. સરકારી ગ્રાન્ટ ઠેકાણે પાડવા કે પછી કોન્ટ્રાક્ટરોના હિત સાચવવા માટે આટલી ઉતાવળ કરવામાં આવી રહી છે, તેવા સવાલો પણ નાગરિકો ઉઠાવી રહ્ના છે.