સુથારપાડા અને હેદલબારીમાં નવી પોલીસ પોસ્ટ ઊભી કરશે!
- byDamanganga Times
- 25 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૨૪ ઃ કપરાડા ખાતે ઍ.ઍસ.પી. ડૉ. સંદીપ (આઈ.પી.ઍસ)ની અધ્યક્ષતામાં પોલીસ.લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુભઘાટ ખાતે વધુ બમ્પર, ગામોમાં સી.સી.ટી.વી. કેમેરા, વાહન ચોરી, આંતરિક મુખ્ય માર્ગો ઉપર બમ્પર બનાવવા, સી.ઍચ.સી.માં સ્વીપરનો અભાવ સહિતના મુદ્દાઓ ચર્ચાયા હતાં. ઍઍસપી ડો. સંદીપઍ જણાવ્યું કે કાયદો વ્યવસ્થા સહિતની ચર્ચા ઉપરાત સરહદી ગામો સુથાર પાડા ખાતે નવી પોલીસ પોષ્ટ ઊભી કરવા અને હેદલ બારી ખાતે અદ્યતન પોલીસ પોષ્ટ ઊભી કરાશે. સાથે ગ્રામ્ય વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાનું આગેવાનોને સૂચન કરાયું હતું. સાથે કેબલ ચોરી,વાહન ચોરી, બમ્પર મૂકવા સહિતની રજૂઆતો આવી છે. આવનારા સમયમાં તમામનું નિરાકરણ કરાશે. કપરાડાના માજી સરપંચ ચંદરભાઈ ગાયકવાડે કુભઘાટ ખાતે અને કપરાડા શાળા સામે બમ્પર મૂકવા, સુથાર પાડા ખાતે નવી પોલીસપોષ્ટ ઊભી કરવા સહિતની રજૂઆત કરી હતી. સાથે જણાવ્યું કે કપરાડા બઝારમાં આશરે ૫ લાખના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
