Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપી મુખ્ય બજારનો ઍક તરફનો રસ્તો બે દિવસ માટે બંધ

વાપી મુખ્ય બજારનો ઍક તરફનો રસ્તો બે દિવસ માટે બંધ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૪ ઃ વાપી શહેરના હાર્દ સમા સરદાર ચોકથી ઝંડા ચોક સુધીના મુખ્ય માર્ગને પાકો ડામર રોડ બનાવવાનું કામ સોમવારથી શરૂ થશે જેને લઈ સોમવાર અને મંગળ વાર બે દિવસ સુધી આ મુખ્ય માર્ગ પરથી ઍક તરફનો વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે.     

મહાનગર પાલિકા સૂત્રો દ્વારા પ્રા માહિતી મુજબ વાપી મુખ્ય બઝાર રોડ  ઉપર દર વર્ષે ચોમાસા દરમિયાન બંને તરફની દુકાનો અને ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા હતાં. અહીંનો મુખ્ય રોડ છેલ્લા ૨ દશક કરતાં વધુ સમયથી ખોદીને બનાવેલ ન હતો અને જૂના રોડ ઉપર ડામર પાથરી દર વર્ષે નવો રોડ બનાવવાના કારણે રોડ ઊંચો થઈ ગયો હતો સાથેજ રોડ લેવલ પર ન હતું. આખરે મહાનગર પાલિકા દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી અહીં રસ્તાની બંને તરફ વરસાદી પાણીની ગટર બનાવવાનું કામ પૂર્ણ થયા બાદ જૂનો રોડ દોઢ થી બે ફૂટ ખોદવામાં આવ્યો જે દરમિયાન પીવાના પાણીની લાઈન તૂટી જતી હોય નવી નાખવાનું કામ પૂર્ણ થતાં હવે આજે સોમવારથી બે દિવસ માટે આ મુખ્ય માર્ગ ડામર રોડનો બનાવવાનુ શરૂ કરશે જેને લઈ સોમવાર અને મંગળવાર બે દિવસ સુધી આ રોડ ઉપર વાહન વ્યવહાર  ઍક તરફનો સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.