Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ખડકીમાં અજગરનું રેસ્કયુ કરાયું

ખડકીમાં અજગરનું રેસ્કયુ કરાયું


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૨૪ ઃ પારડી તાલુકાના ખડકી ગામમાં રાત્રિ દરમિયાન વિશાળ આકાર ધરાવતા ૧૨ ફૂડ નો અજગર ઍક વ્યક્તિના ઘરે ઘૂસી ગયો હતો. રાત્રિ દરમિયાન પારડી જીવદયા ગ્રુપના સભ્યોઍ રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યો હતો અને ૧૨ ફૂટના લાંબા વજનદાર અજગરને ગ્રામજનોની મદદથી પકડી પાડ્યો હતો. અજગર પકડાઈ જતા ફળિયાના લોકો ભય મુક્ત બન્યા હતા અને રાહતનો શ્વાસ લીધો હતો અહીં ખડકી ગામમાં રહેતા મુકેશભાઈ રામુભાઈ પટેલના ઘરે રાત્રી દરમિયાન ૧૨ ફૂડ લાંબો વિશાળ આકાર ધરાવતો અજગર ઘૂસી ગયો હતો જેથી સમગ્ર પરિવારમાં ભયનો વાતાવરણ છવાઈ ગયો હતો. ફરિયાવાડા પણ ભય ભીત થઈ ગયા હતા ગામના યુવાન અભી ભાઈ ભંડારીયા તાત્કાલિક જીવદયા ગ્રુપના પ્રમુખ અલીભાઈ અન્સારીને ફોન કરતા તેઓઍ તાત્કાલિક યાસીન ભાઈ અને રિશી ઠાકોરને મોકલાવ્યો હતો બંને જણાઍ ગામના યુવાનોની મદદથી રાત્રે દરમિયાન પણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યો હતો અને વિશાળ અજગર ને પકડી પાડ્યો હતો અને લોકોને ભય મુક્ત કર્યા હતાં.