Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપી સોશિયલ ગૃપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કપડાનું વિતરણ કરાયું

વાપી સોશિયલ ગૃપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કપડાનું વિતરણ કરાયું


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૪ ઃ વાપી  સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને વાપીના સમાજ સેવક કિરણ રાવલ અને ટ્રસ્ટ  ગ્રુપના અન્ય સભ્યો દ્વારા આ વર્ષમાં સતત બીજીવાર વલસાડ જિલ્લાની આસપાસના વિસ્તારોમાંથી છેલ્લા ૩  મહિનાથી  ટોટલ ૭૬૦૦ જોડી કપડાંઓનું ઍક જગ્યાઍ ઍકત્ર કરી તે કપડાને વ્યવસ્થિત ધોવડાવી અને ઈસ્ત્રી કરવા જેવા લાગે તેવા કપડાંઓને ઈસ્ત્રી કરવી તેને થેલીમાં પેક કરી વાપીના અલગ અલગ વિસ્તારો જ નહીં પરંતુ વલસાડ જિલ્લા તેમજ ધરમપુર જિલ્લાની આજુબાજુમાં આવેલા નાના-નાના ગામોના અલગ - અલગ વિસ્તારોમાં જઈ ત્યાં રહેતા જરૂરિયાતમંદ લોકોના ઘરે જઈ તેમના પરિવારોમાં કપડાંનું વિતરણ કર્યું હતું. સમાજ સેવક કિરણ રાવલ અને ટ્રસ્ટ ગ્રુપમાં સભ્યો દ્વારા છેલ્લા ૯ દિવસથી જરૂરિયાતમંદ વિસ્તારોમાં જઈને કપડાઓનું વિતરણ કર્યું હતું.