ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ
- byDamanganga Times
- 25 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૪ ઃ ઉમરગામ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તરીકે મનીષ પટેલ જ્યારે શાસક પક્ષના નેતા તરીકે પ્રેમીલાબેન સંદીપભાઈ ધોડી અને દંડક અંકિતાબેન અંકુરભાઈ પટેલને પદભાર સોપાયો હતો.
ઉમરગામ તાલુકા પંચાયતના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી અધિકારી તરીકે પારડી પ્રાંત નિરવભાઈ પટેલ ઉપસ્થિત રહ્ના હતાં. તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં ઉમરગામ તાલુકામાં કુલ ૨૩ બેઠકોમાંથી ૨૫ બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો. આજરોજ યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખ તરીકે સંતોષભાઈ વળવી જ્યારે ઉપપ્રમુખ તરીકે હાર્દિકભાઈ શાહની બિનહરીફ વરણી કરાઈ હતી. કારોબારી અધ્યક્ષ તરીકે મનીષભાઈ પટેલ, શાસક પક્ષના નેતા પ્રેમીલાબેન સંદીપભાઈ ધોડી અને દંડક તરીકે અંકિતાબેન અંકુરભાઈ પટેલને જવાબદારી સોંપાઈ હતી. નામો જાહેર થયા બાદ ઉપસ્થિત સૌઍ નવનિયુક્ત હોદ્દેદારોને શુભકામના પાઠવી હતી.
